વાઘોડીયાના ટીંબી ગામ ખાતે આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ અને રાષ્ટ્રીય બજરંગ દળ દ્વારા હિન્દુ સંસ્કૃતિ અને પરંપરાને ઉજાગર કરતો કન્યા પૂજનનો પાવન કાર્યક્રમ એક દંત યુવા સેનાના આયોજનથી વાઘોડિયા નગરપાલિકાના સ્થાનિક કોર્પોરેટર નિતેશ પટેલ, રમેશ વસાવા, કૃણાલ મહેતા અને નગરપાલિકા પ્રમુખ બ્રિજેશ ગૌસ્વામી અને બજરંગ દળના કાર્યકર્તા દ્વારા યોજાયો હતો. ગામના ગરબાના ચોકમાં નાની બાળાઓને આસન પર બેસાડી વિધિવત પૂજન કરી તેમને ભેટ-સોગાદો અર્પણ કરી આર્શીવાદ લીધા હતા. હિન્દુ શાસ્ત્રોમાં કન્યાઓને સાક્ષાત જગદંબાનું સ્વરૂપ મનાય છે. નવરાત્રીના આઠમા નોરતે કન્યા પૂજનનું વિશેષ ધાર્મિક મહત્વ રહેલું છે. માન્યતા છે કે, નવ કુમારિકાનું પૂજન કરવાથી માં દુર્ગાના નવ સ્વરૂપોની ઉપાસનાનું પૂર્ણ ફ્ળ પ્રાપ્ત થાય છે. ઘરમાં સુખ, શાંતિ તેમજ સમૃદ્ધિનો વાસ થાય છે. જે પ્રસંગે AHPરાષ્ટ્રીય બજરંગ દળના તાલુકા પ્રમુખ બજરંગ શર્મા અને નગરપાલિકા પ્રમુખ, કોર્પોરેટરો અને કાર્યકરો હાજર રહી તમામ બાળાઓને રોકડ તેમજ ઉપયોગી ભેટ-સોગાદો અર્પણ કરી તેમના આશીર્વાદ લેવાયા હતા. અગ્રણીઓએ બાળાઓ અને નારી શક્તિના સન્માન તેમજ સંરક્ષણનો સંકલ્પ દોહરાવ્યો હતો.
Vadodara: વાઘોડિયાના ટીંબી ગામ ખાતે અષ્ટમી નિમિત્તે કન્યાપૂજન
📅 Published: October 18, 2026 |
📂 Category: Baroda
