Vadodara: વાઘોડિયા નવીનગરીમાંથી રૂા.10.33 લાખનો દારૂ ઝડપાયો

📅 Published: October 18, 2026 | 📂 Category: Baroda

વડોદરા ગ્રામ્ય જિલ્લામાં કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા ઓપરેશન પરાક્રમ હેઠળ વાઘોડિયા પોલીસે છાત્રાલય વિસ્તારમાં નવીનગરીમાં દરોડો પાડી વિવિધ બ્રાન્ડની 3,668 બોટલ વિદેશી દારૂ સહિત કુલ રૂા.10.33 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. ડભોઇ ડિવિઝનના નાયબ પોલીસ અધિક્ષક આકાશ પટેલના માર્ગદર્શન હેઠળ વાઘોડિયા PIએચ.બી. ગોહીલ અને સર્વેલન્સ સ્ટાફ્ પેટ્રોલિંગમાં હતો. ત્યારે બાતમીને આધારે વાઘોડિયા ટાઉનમાં છાત્રાલયવાળી નવીનગરીમાં પંચો સાથે રેઇડ કરી હતી. જેમાં ત્યાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરની નાની-મોટી કુલ 3,668 બોટલ/ટીન મળ્યાં હતા. જેની કિં. રૂા.10,31,943 થાય છે. ઉપરાંત સ્થળ પરથી બે લાઈટ બિલ તથા રૂા.2,000ની કિંમતનો 1 મોબાઈલ ફોન મળી કુલ રૂા.10,33,943નો મુદ્દામાલ કબજે લેવાયો હતો. ?પોલીસ રેઇડ દરમિયાન આરોપી સ્થળ પર હાજર ન મળી આવતાં પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી ત્રણ આરોપી વિનોદ ભગવાન વસાવા (રહે. છાત્રાલયવાળી નવીનગરી, વાઘોડિયા), કરણ પુંજા બારીયા (રહે. દેવળીયા રોડ, આનંદનગરી, ડેપો પાછળ, વાઘોડિયા) અને જયમીન હરીશ બારીયા (રહે. છાત્રાલય પાછળ, વાઘોડિયા) ?પોલીસ રેકોર્ડ મુજબ ઉપરોક્ત ત્રણે આરોપી રીઢા ગુનેગારો છે. વિનોદ વસાવા સામે વાઘોડિયા અને છોટાઉદેપુરમાં અગાઉ 6 જેટલા ગુના, કરણ બારીયા સામે વાઘોડિયા, બોડેલીમાં પ્રોહિબિશન અને પાસા સહિતના 5 ગુના તેમજ જયમીન બારીયા સામે પણ વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં પ્રોહિબિશન અને પાસા સહિતના ગુના અગાઉ નોંધાઈ ચૂક્યા છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો 


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *