Vadodara: કંડારી ને.હા પર ચીકણું કેમિકલ ઢોળાતા નાના-મોટા 60થી 70 વાહનો સ્લિપ થયાં

📅 Published: October 18, 2026 | 📂 Category: Baroda

કરજણથી વડોદરા તરફ્ કરજણ રેલવે બ્રિજથી કંડારી ઓવર બ્રિજ સુધી સવારના કોઈ ઓઈલ જેવું ચીકણું કેમિકલ ઢોળાતા કાર, ટેમ્પો સહિત બાઈક સ્લીપ થઇ હતી. જેમાં લગભગ 60થી 70 વાહન ચાલકો ઈજાગ્રસ્ત થતાં તેઓને એમ્બ્યુલન્સ મારફ્તે દવાખાને રવાના કરાયા હતા. કેટલાકના હાથ તૂટયાં હતા. ઘટનાને બે કલાક થવા છતાં પણ તગડો ટેક્સ ઉઘરાવતાં નેશનલ હાઇવે ઓથોરિટીના અધિકારી ફરકયા નહોતા. કે, કોઈ સૂચના આપેલ નથી. આજુબાજુ બોર્ડ લગાવેલ નથી. સ્થાનિક નાગરિક પોતાની ફરજ અદા કરે છે.

ટ્રાફ્કિ રોકીને વાહન ધીમેથી જવા વિનંતી કરે છે. અને જે રોડ ઉપર કેમિકલ ઢળેલ હતું. ત્યાં ઉપર રહીને બીજા રોડ પરથી વાહનો લઈને જવાનું જણાવતા હતા. ને.હા. ઓથોરિટીના અધિકારી આવ્યાં હોત તો કેટલાક વાહનોને સ્લીપ થતાં બચાવી શકાત. હાઇવે પર ટ્રાફ્કિની લાંબી લાઈનો લાગી હતી.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો 


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *