વાલોડ તાલુકાના અનેક ગામોમાં દીપડો લટાર મારી રહ્યો છે. તાજેતરમાં જ વેડછી સ્વરાજ આશ્રામ ખાતે આવેલા શાળા અને છાત્રાલયના ગેટ પાસે રાત્રિના સમયે દીપડો ઊભેલો હોવાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. છાત્રાલયમાં મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રહેતા હોવાથી આ ઘટનાથી મોટી દુર્ઘટના થવાની આશંકા સેવાઈ રહી છે. આ ઉપરાંત વેડછી (નદી ફ્ળિયા), કેળકુઈ પાટિયા, અંધાત્રી, ધામોદલા અને સમારચાલી ફ્ળિયા જેવા વિસ્તારોમાં પણ સતત દીપડાની આંટાફેરા જોવા મળી રહ્યા છે. બેડકુવા ગામના ખોખરા-ઉમરા ફ્ળિયામાં દીપડો દેખાતા આ અંગે બેડકુવા ગામના સરપંચ દ્વારા વનવિભાગને રજૂઆત કરવામાં આવી હતી. જે બાદ તા.17-10-2026ના રોજ આશિષભાઈ બાબુભાઈ ગામીતના ખેતરે જવાના રસ્તા પર પાંજરું મૂકવામાં આવ્યું હતું. આજે વહેલી સવારે 6 વાગ્યે 4થી 5 વર્ષનો દીપડો આ પાંજરામાં કેદ થયો હતો. વાલોડ વનવિભાગે દીપડાનો કબજો લઈ વાલોડ નર્સરી ખાતે લઈ ગયા હતા. પશુ ચિકિત્સકની તપાસ બાદ DCF સુરતના માર્ગદર્શન હેઠળ તેને ઊંડાણના જંગલમાં છોડાશે.
બેડકુવા ગામે દીપડો પાંજરામાં પુરાયો
📅 Published: October 18, 2026 |
📂 Category: Surat
