કડીમાં આઠમે નીતિન પટેલે મા અંબેના આશીર્વાદ લીધા:પૂર્વ નાયબ મુખ્યમંત્રીએ વતનમાં પરિવાર સાથે આસપાસના ધાર્મિક સ્થળોએ દર્શન કરી પૂજા-અર્ચના કરી

📅 Published: October 19, 2026 | 📂 Category: gujarati-news

નવરાત્રિ મહોત્સવના આઠમા નોરતે ગુજરાતના પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ પોતાના વતન કડી આવી પહોંચ્યા હતા. પ્રતિવર્ષની પરંપરા જાળવી રાખીને તેમણે પરિવાર સાથે કડી અને આસપાસના વિવિધ પૌરાણિક ધાર્મિક સ્થળોએ જઈ માતાજીનાં દર્શન અને પૂજા-અર્ચના કરી આશીર્વાદ મેળવ્યા હતા. મણિપુરમાં સિંધવાઈ માતાજીની આરતી કરી દર્શન કર્યા
આઠમની રાત્રિએ કડી પહોંચ્યા બાદ નીતિન પટેલે પરિવાર સાથે મણિપુર ખાતે આવેલા સિંધવાઈ માતાજીના મંદિરે પહોંચી માતાજીની ભવ્ય આરતી ઉતારી હતી. આ ઉપરાંત તેમણે મણિપુરના ચાચર ચોક ખાતે સ્થાપિત માતાજીના ગરબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ઐતિહાસિક મલાવરાવ મહેલ અને બ્રહ્માણી માતાજીના દર્શન
ત્યારબાદ તેમણે કડીના ઐતિહાસિક મલાવરાવ મહેલ ખાતે આવેલા મેલડી માતાજીના મંદિરે શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા. ત્યાંથી કડી-નંદાસણ રોડ પર આવેલા આનંદધામ આશ્રમની મુલાકાત લઈ અંતમાં ભાવપુરા સ્થિત બ્રહ્માણી માતાજીના મંદિરે દર્શન કરી સમગ્ર પરિવાર તથા રાજ્યની સુખ-શાંતિ માટે મંગલકામના કરી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *