મહીસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં હાલોલ–શામળાજી હાઈવે પર રવિવારે રાત્રે એક અજાણ્યા વાહનમાંથી ઓઇલ ઢોળાયું હતું. એસ.કે. હાઈસ્કૂલથી આયુષ હોસ્પિટલ સુધીના રોડ પર ઓઇલ ફેલાઈ જતાં અકસ્માતનો ખતરો ઉભો થયો હતો. કેટલાક વાહનચાલકો સ્લીપ થયા હતા, જોકે સદનસીબે કોઈ જાનહાનિ થઈ નહોતી. ઘટનાની જાણ થતાં લુણાવાડા ટાઉન પોલીસ, ટ્રાફિક પોલીસ અને નગરપાલિકાના ફાયર વિભાગની ટીમ તરત ઘટનાસ્થળે પહોંચી હતી. વાહનચાલકોની સુરક્ષા માટે રસ્તાની બંને તરફ વાહનવ્યવહાર રોકવામાં આવ્યો હતો. ઓઇલ ઢોળાયેલા સ્થળે માટી નાખવાની કામગીરી શરૂ કરાઈ હતી. ફાયર વિભાગ અને મહીસાગર પોલીસે ઝડપી કામગીરી કરીને રસ્તા પરથી જોખમ દૂર કર્યું હતું. ત્યારબાદ વાહનવ્યવહાર ફરીથી શરૂ કરાયો હતો. આ ઘટનામાં કોઈ જાનહાનિ ન થતા મોટી દુર્ઘટના ટળી હતી. તંત્રની સમયસરની કામગીરીથી વાહનચાલકો માટેનો ખતરો ટળ્યો હતો.
લુણાવાડા હાઈવે પર ઓઇલ ઢોળાતા અકસ્માતનો ખતરો:પોલીસ-ફાયર ટીમે ત્વરિત કામગીરી કરી, મોટી દુર્ઘટના ટળી
📅 Published: October 19, 2026 |
📂 Category: gujarati-news
