Surat: દુબઈથી ફ્લાઈટમાં લાવવામાં આવેલું 68 લાખનું 480 ગ્રામ સોનું ઝડપાયું, એક મુસાફરની ધરપકડ

📅 Published: October 19, 2026 | 📂 Category: Surat

ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી સુરતનું ઇન્ટરનેશનલ એરપોર્ટ હવે દાણચોરો માટે સોફ્ટ ટાર્ગેટ બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે, પરંતુ સુરક્ષા એજન્સીઓની બાજ નજર સામે તસ્કરોની ચાલબાજી નિષ્ફળ સાબિત થઈ રહી છે. સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ડિરેક્ટોરેટ ઓફ રેવન્યુ ઈન્ટેલિજન્સ (DRI) ની ટીમે એક મોટી સફળતા હાંસલ કરતાં દુબઈથી આવી રહેલી ફ્લાઈટમાંથી ગેરકાયદે રીતે લાવવામાં આવેલું 480 ગ્રામ સોનું ઝડપી પાડ્યું છે. આંતરરાષ્ટ્રીય બજાર અને સ્થાનિક મૂલ્ય મુજબ જપ્ત કરાયેલા આ કિંમતી સોનાની અંદાજિત કિંમત રૂપિયા 68 લાખ આંકવામાં આવી છે. ડીઆરઆઈએ સોનું લાવનાર મુસાફરને અટકમાં લઈ તેની સામે કસ્ટમ્સ એક્ટ હેઠળ કડક કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.

દુબઈથી સુરત આવતી ફ્લાઈટમાં સવાર હતો દાણચોર

દુબઈથી સુરત ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થયેલી નિયમિત પેસેન્જર ફ્લાઈટના મુસાફરોનું ઇમિગ્રેશન અને કસ્ટમ્સ સ્ક્રિનિંગ ચાલી રહ્યું હતું.આ દરમિયાન ગુપ્ત બાતમી તેમજ શંકાસ્પદ હિલચાલના આધારે DRI ની ટીમે એક ચોક્કસ મુસાફરને અટકાવીને તેની સઘન તલાશી લીધી હતી.મુસાફરના સામાન અને શરીરની ચકાસણી દરમિયાન તેમાંથી ગુપ્ત રીતે છુપાવેલું 480 ગ્રામ શુદ્ધ સોનું મળી આવ્યું હતું, જે અંગે મુસાફર પાસે કોઈ બિલ કે કાયદેસરના દસ્તાવેજો નહોતા.

68 લાખનું સોનું કબ્જે, સ્મગલિંગ સિન્ડિકેટ અંગે ઊંડી તપાસ

એજન્સી દ્વારા સોનાની જપ્તી બાદ પૂછપરછનો દોર શરૂ કરવામાં આવ્યો છે.જપ્ત કરાયેલા સોનાની હાલની બજાર કિંમત આશરે ₹68 લાખ જેટલી થાય છે.DRI દ્વારા આરોપી મુસાફર વિરુદ્ધ સોનાની ગેરકાયદે દાણચોરી (Smuggling) નો ગુનો નોંધી આગળની પૂછપરછ હાથ ધરાઈ છે.આ યુવક માત્ર એક કેરિયર (કમિશન પર માલ લાવનાર) છે કે પછી સુરતના કોઈ મોટા જ્વેલર્સ કે બુલિયન વેપારી સાથે સીધો જોડાયેલો છે તે દિશામાં સુરક્ષા એજન્સીઓ ઝીણવટભરી કડીઓ જોડી રહી છે.

આ પણ વાંચો: Ahmedabad: નંદેસરી નજીક દૂધના ટેન્કરે ટક્કર મારતાં LPG ગેસ ટેન્કરમાં ભયાનક લીકેજ, ભારત માલા હાઈવે બપોરે 3 વાગ્યા સુધી બંધ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *