નવરાત્રીના પવિત્ર પર્વ પર મોરબી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કન્યા પૂજન કરાયું. માતાજીની આરાધના સાથે કન્યાઓને શક્તિ સ્વરૂપ માની તેમનું પૂજન કરવામાં આવ્યું. આ પ્રસંગે મોરબી શહેરની વિવિધ સેવા વસ્તીઓમાં 200 જેટલી કન્યાઓને તિલક કરી, પૂજન અર્ચન કરીને તેમના આશીર્વાદ લેવાયા. તેમને ભેટ સ્વરૂપે લાણી પણ આપવામાં આવી હતી.આ કાર્યક્રમનો મુખ્ય હેતુ ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક પરંપરા અને નારીશક્તિ પ્રત્યે આદરભાવને મજબૂત બનાવવાનો હતો. આયોજનથી સેવા વસ્તીઓમાં ઉત્સાહ અને ભક્તિભાવનું વાતાવરણ સર્જાયું.વિશ્વ હિન્દુ પરિષદ મોરબી સમાજમાં ધાર્મિક સંસ્કારો, સામાજિક સમરસતા અને સેવા ભાવનાને પ્રોત્સાહન આપવા વિવિધ પ્રવૃત્તિઓ કરે છે. આ કન્યા પૂજન પણ ભારતીય સંસ્કૃતિને ઉજાગર કરતું સુંદર આયોજન બન્યું.
મોરબી વિશ્વ હિન્દુ પરિષદે નવરાત્રીમાં 200 કન્યાઓનું પૂજન કર્યું:સેવા વસ્તીઓમાં ગરબી મહોત્સવ દરમિયાન તિલક કરી ભેટ આપી આશીર્વાદ લીધા
📅 Published: October 19, 2026 |
📂 Category: gujarati-news
