પાટણ: ખેલ મહાકુંભ-2026 અંતર્ગત યોજાયેલી જિલ્લા કક્ષાની યોગાસન અને બાસ્કેટબોલ સ્પર્ધામાં શ્રી પાટણ જૈન મંડળ સંચાલિત શ્રી બી. ડી. સાર્વજનિક વિદ્યાલય અને શ્રી ટી. ડી. સ્માર્ટ વિદ્યાલયના ખેલાડીઓએ ઉત્તમ પ્રદર્શન કરી અનેક ઇનામો જીત્યા. યોગાસન સ્પર્ધામાં અંડર-14 વર્ગમાં દિગ્વિજયસિંહ રાજપૂતે આર્ટિસ્ટિક યોગાસનમાં પહેલું અને વ્યક્તિગત યોગમાં ત્રીજું સ્થાન મેળવ્યું. શ્રવણ પરમાર બીજા અને કુલદીપ વડેચિયા ત્રીજા સ્થાને રહ્યા. અંડર-17 વર્ગમાં પાર્થિવ પટેલે ત્રીજું સ્થાન મેળવ્યું. ઓપન વર્ગમાં કેવલ ભોઈએ વ્યક્તિગત અને રિધમિક યોગમાં પહેલું સ્થાન મેળવ્યું. વિપુલ ઠાકોરે વ્યક્તિગત અને આર્ટિસ્ટિક યોગમાં બીજું સ્થાન મેળવ્યું. શૌર્ય સુથાર રિધમિક યોગમાં બીજા સ્થાને રહ્યો. બહેનોમાં હેમાલી દુલેરા, ઉર્વશી પ્રજાપતિ અને રુશ્વા ચૌધરીએ ત્રીજું સ્થાન મેળવ્યું. બાસ્કેટબોલ સ્પર્ધામાં અંડર-17 ટીમે પહેલું અને બીજું, ઓપન એજ ટીમે પહેલું અને ત્રીજું સ્થાન મેળવ્યું. ટી.ડી. સ્માર્ટ વિદ્યાલયની અંડર-14 ટીમે પણ પહેલું સ્થાન મેળવ્યું. આ સિદ્ધિ બદલ શાળાના આચાર્ય, શિક્ષકો અને પરિવારે વિજેતા ખેલાડીઓ તથા માર્ગદર્શક શિક્ષકોને અભિનંદન આપ્યા.
મારી સોસાયટી મારી નવરાત્રિ:ખેલ મહાકુંભ-2026માં પાટણની શાળાના ખેલાડીઓનું શાનદાર પ્રદર્શન, યોગાસન અને બાસ્કેટબોલમાં અનેક ઇનામો મેળવી શાળાનું ગૌરવ વધાર્યું
📅 Published: October 19, 2026 |
📂 Category: gujarati-news
