Railway New Rule: ટ્રેનમાં મોટા અવાજે રીલ્સ જોઇ કે ફોન પર વાત કરી તો થશે મોટો દંડ! આ નવો નિયમ જાણી લો

📅 Published: October 19, 2026 | 📂 Category: India National

દક્ષિણ રેલવેએ રેલવે કાયદાની કલમ 145(2) હેઠળ કડક નિયમો લાગુ કર્યા છે. જનવિશ્વાસ કાયદા દ્વારા તેમાં સુધારો કરવામાં આવ્યો છે. જે મુજબ હવેથી જો કોઈ મુસાફર ટ્રેનમાં મોટા અવાજે સંગીત વગાડતો કે રીલ્સ જોતો પકડાય, અને આસપાસના મુસાફરો તેની ફરિયાદ કરે દંડાત્મક કાર્યવાહી થઇ શકે છે. પકડાયેલ મુસાફરને પહેલી વાર 1000 રૂપિયાનો દંડ ફટકારવામાં આવશે અને તેમ છતાં જો નિયમોનું ઉલ્લંઘન ચાલુ રાખે તો તેને ટ્રેનમાંથી ઉતારી દેવામાં આવશે. દંડની રકમમાં 5000 સુધીનો વધારો અને 6 મહિનાની સજા પણ થઇ શકે છે. આ ઉપરાંત, ટિકિટ નિરીક્ષક દ્વારા તેની ટિકિટ પણ જપ્ત કરવામાં આવી શકે છે.

પહેલી ચેતવણી ન માને તો 5000 રૂપિયાનો દંડ

જો મુસાફર પહેલી ચેતવણી આપ્યા પછી પણ નિયમનો ભંગ કરવાનું ચાલુ રાખે, તો તેને 6 મહિના સુધીની જેલ, 5000 રૂપિયાનો દંડ અથવા બંને સજા થઈ શકે છે. રેલવેએ ટિકિટ નિરીક્ષકોને આ મામલે કાર્યવાહી કરવાની સત્તા આપી છે. આ નવા નિયમ અંગે મુસાફરોને જાગૃત કરવા માટે રેલવે સ્ટેશનો પર જાહેર જાહેરાતો કરવામાં આવશે અને સૂચનાઓ પણ લગાવવામાં આવશે.

<a href="

=” target=”_blank”>

=

ટ્રેનમાં મુસાફરી દરમિયાન ઇયરફોનનો ઉપયોગ કરો: રેલવે

રેલવેએ મુસાફરોને મુસાફરી દરમિયાન ઇયરફોનનો ઉપયોગ કરવાની અને ધીમા અવાજે વાત કરવાની અપીલ કરી છે. ખાસ કરીને એસી કોચમાં આ બાબતનું ધ્યાન રાખવા જણાવાયું છે. રેલવે બોર્ડે વર્ષ 2012માં પણ આ અંગે નિયમો જાહેર કર્યા હતા, પરંતુ તેની ખાસ અસર થઈ નહોતી. હવે નિયમોનો ભંગ કરનાર સામે દંડની કાર્યવાહી કરવામાં આવશે. મુસાફરો અન્ય મુસાફરોની ફરિયાદ રેલ મદદ ઍપ દ્વારા પણ કરી શકશે.

હકીકતમાં, રેલવે બોર્ડને સતત ફરિયાદો મળી રહી હતી કે ટ્રેનના ડબ્બાઓમાં, ખાસ કરીને એસી કોચમાં, કેટલાક મુસાફરો મોબાઇલ પર ખૂબ મોટા અવાજે વાત કરે છે, લાંબી વાતચીત કરે છે અને મોટા અવાજે અથવા વાંધાજનક રિંગટોન વગાડે છે. આના કારણે સાથે મુસાફરી કરતા અન્ય લોકોને ભારે મુશ્કેલી પડે છે.

રેલવેએ હવે મુસાફરોને સમજદારી દાખવવા અને અન્ય મુસાફરોને પરેશાન ન કરવા અપીલ કરી છે.

મુસાફરોએ શું કરવું?

– મોબાઇલને સાઇલન્ટ અથવા વાઇબ્રેશન મોડ પર રાખો અથવા રિંગટોનનો અવાજ ધીમો રાખો.

– ફોન પર મોટા અવાજે વાત કરવાનું ટાળો.

– શક્ય હોય ત્યાં સુધી ફોન પરની વાતચીત ટૂંકી રાખો, જેથી ટ્રેનમાં શાંતિ જળવાઈ રહે અને બધા મુસાફરો આરામથી મુસાફરી કરી શકે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *