મેઘરજ તાલુકાના ભેમાપુર ગામના સાથરીયા પેટા વિસ્તારમાં એક સર્વે નંબર 655 નું વેચાણ થયેલ છે અને આ જમીન રાખનાર આ જમીનમાં સોલર પ્લાન્ટ નાખતા હોવાની લોકોમાં ચર્ચા ચાલી રહી છે. આ સર્વે નંબર 655 માં વર્ષો અગાઉ સરકારના લાખો રૂપીયાના ખર્ચે એક તળાવ બનાવાયેલ છે. આ વિસ્તારના ગ્રામજનોમાં થતી ચર્ચા મુજબ, આ તળાવ જયારે બનાવાયુ તે સમયે આ સર્વે નંબર તથા આજુબાજુની જમીનો કે જે તળાવમાં ડુબમાં ગઈ છે તેનુ વળતર પણ સરકાર દ્વારા કરોડો રૂપીયાનું ચુકવાયુ હતુ. આ તળાવની જમીન રાખનારે હવે આ તળાવમાં પુરણકામ શરૂ કરી માટી નાખવાની શરૂઆત કરેલ છે. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, આ તળાવમાં ભરાતા પાણીના કારણે આ વિસ્તારના લોકોના પશુઓ આ તળાવમાં પાણી પીવા આવે છે તથા તળાવના કારણે આ વિસ્તારમાં પાણીના તળ નીચા જતાં રહેશે.
Meghraj : ભેમાપુર( સાથરીયા) ગામે તળાવનું પુરાણ કરાતા ગ્રામજનોનો વિરોધ
📅 Published: October 19, 2026 |
📂 Category: gujarati-news
