ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિરે ભવ્ય ડ્રોન શો:12 મિનિટ સુધી સંગીતના તાલે આકાશમાં 100 ડ્રોનથી અંબે માતાજી, ત્રિશૂળ અને આશીર્વાદ આપતાં માતાજીનાં ચિત્રો જોવા મળ્યાં

📅 Published: October 20, 2026 | 📂 Category: gujarati-news

સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા સ્થિત અંબિકા માતાજીના મંદિરે નવરાત્રિના પાવન પર્વ નિમિત્તે ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. સોમવારે આઠમના હવન બાદ રાત્રે મંદિરના ચાચર ચોકમાં સમૂહ આરતી યોજાઈ હતી. સમૂહ આરતી પૂર્ણ થયા બાદ ધાર્મિક ડ્રોન શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કરવામાં આવેલી આકર્ષક આતશબાજીએ મંદિર પરિસરમાં ઉપસ્થિત ભક્તોમાં ઉત્સાહ જગાવ્યો હતો. 100 ડ્રોન દ્વારા આકાશમાં ધાર્મિક આકૃતિઓ
ખેડબ્રહ્મા અંબિકા માતાજી મંદિર ટ્રસ્ટના પ્રમુખ જયદીપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે, નવરાત્રિના પર્વને લઈને 100 ડ્રોનની મદદથી ધાર્મિક ડ્રોન શો યોજવામાં આવ્યો હતો. સંગીતના તાલે યોજાયેલો આ શો અંદાજે 12 મિનિટ સુધી ચાલ્યો હતો. આ દરમિયાન આકાશમાં અંબે માતાજી, દાંડિયા, ભક્તોને આશીર્વાદ આપતાં માતાજી અને ત્રિશૂળ સહિતની વિવિધ ધાર્મિક આકૃતિઓ રજૂ કરવામાં આવી હતી. સંગીત સાથે આકાશમાં રચાયેલી આ આકૃતિઓએ ધાર્મિક માહોલને વધુ આકર્ષક બનાવ્યો હતો. એક કિલોમીટરથી વધુ દૂરથી પણ નિહાળી શકાયો શો
મંદિર ટ્રસ્ટના પ્રમુખના જણાવ્યા અનુસાર, આ ડ્રોન શો એક કિલોમીટરથી પણ વધુ અંતરેથી નિહાળી શકાયો હતો. પરંપરાગત ધાર્મિક વિધિઓ સાથે આધુનિક ટેક્નોલોજીના સમન્વયથી યોજાયેલા આ કાર્યક્રમમાં આકાશમાં સર્જાયેલી ધાર્મિક આકૃતિઓ અને ત્યારબાદની આતશબાજી આકર્ષણનું કેન્દ્ર બની હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *