Ahmedabad News: શહેરમાં 10 દિવસમાં લોકોએ 2 કરોડની કિંમત સુધીની લક્ઝુરિયસ કાર ખરીદી, જાણો ટુવ્હીલર કેટલા વેચાયા?

📅 Published: October 20, 2026 | 📂 Category: gujarati-news

નવરાત્રિના તહેવારોમાં અમદાવાદમાં વાહન વેચાણના આંકડામાં મોટો ઘટાડો નોંધાયો છે.વાહન ડીલર એસોસિએશન તરફથી મળેલી માહિતી મુજબ,પ્રથમ નોરતાથી લઈને દશેરા સુધીમાં અમદાવાદમાં અંદાજે 11600 ટુ-વ્હીલર અને 3500 કાર સહિત અન્ય વાહનો મળીને કુલ 15500 વાહનોનું વેચાણ થયું છે.આરટીઓમાં થયેલા વાહન રજિસ્ટ્રેશનની સંખ્યાને જોતાં ગત વર્ષની સરખામણીમાં આ વર્ષે અંદાજે 40 ટકા જેટલું ઓછું વેચાણ થયું હોવાનું મનાય છે.

કંપનીઓની એક્સચેન્જ ઓફરનું કોઈ ખાસ આકર્ષણ નહીં

ઓટોમોબાઇલ કંપનીઓની એક્સચેન્જ ઓફરનું કોઈ ખાસ આકર્ષણ રહ્યું નથી. તેમજ સરકારની સ્કેપ પોલિસીથી પણ લોકોને ધારેલો લાભ મળી રહ્યો નથી.જેના લીધે ગ્રાહકો નવું વાહન ખરીદવા માટે ખાસ પ્રેરાઈ રહ્યા ન હોવાનું માનવામાં આવે છે.ડીલરોએ જણાવ્યું હતું કે, ગત વર્ષે દશેરાના દિવસે અમદાવાદમાં 6000 ટુ-વ્હીલર અને 1500 કારનું એડવાન્સ રજિસ્ટ્રેશન થયું હતું.જ્યારે આ વર્ષે દશેરાના દિવસે જ અંદાજે 4000 ટુ-વ્હીલર અને 1000 કારનું રજિસ્ટ્રેશન થયું છે.આ આંકડા દર્શાવે છે કે,ગત વર્ષની સરખામણીએ વેચાણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. 

ચાલુ વર્ષે ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધ્યું

ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ઇલેક્ટ્રિક વાહનોનું વેચાણ વધ્યું છે.નવરાત્રિમાં કુલ ટુવ્હીલરના વેચાણમાંથી 2000થી વધુ ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર વેચાયા છે. નવરાત્રિના 10 દિવસમાં રૂ.50 લાખથી 2 કરોડ સુધીની કિંમત ધરાવતી જેગુઆર,પોર્શે, ઓડી,બીએમડબલ્યુ,મર્સિડીઝ અને વોલ્વો જેવી બ્રાન્ડ્સની અંદાજે 150 લક્ઝુરિયસ કારનું વેચાણ થયું છે.હવે બાવળા વિસ્તારમાં સૌથી વધુ લક્ઝુરિયસ કારોનું રજિસ્ટ્રેશન થઈ રહ્યું છે.ઉલ્લેખનીય છે કે ગત વર્ષે 200થી વધુ લક્ઝુરિયસ કારનું વેચાણ થયું હતું.

આ પણ વાંચોઃ Dussehra 2026: રાવણનાં 10 માથાં પાછળ છુપાયેલું છે મોટું રહસ્ય! જાણો કઈ 10 બુરાઈઓનું પ્રતીક છે દશાનન


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *