સુરેન્દ્રનગરના જોરાવનગર વિસ્તારમાં રહેતી 14 વર્ષની ભક્તિ સતાણીએ દશેરાના પર્વે મોંઘવારી પર અનોખો ગરબો બનાવ્યો છે. તેણે ગરબા દ્વારા સરકારને સવાલ કર્યો છે કે રાવણનું દહન તો દર વર્ષે થાય છે, પણ મોંઘવારીના રાવણનું દહન ક્યારે થશે? ભક્તિએ આ ગરબા પર ગેસના બાટલા, દવાઓ, ખાદ્યતેલ અને અન્ય જીવનજરૂરી ચીજવસ્તુઓના વધતા ભાવના ચિત્રો દોર્યા છે. આ રીતે તેણે સામાન્ય લોકોની મુશ્કેલીઓ દર્શાવવાનો પ્રયાસ કર્યો છે. સ્વર્ગસ્થ ચેતનભાઈ સતાણી અને જાગૃતિબેનની પુત્રી ભક્તિ નાની ઉંમરથી જ સર્જનાત્મક છે. તે નવરાત્રીના બે મહિના પહેલાંથી ગરબા બનાવવાનું કામ શરૂ કરે છે અને સુરેન્દ્રનગર સહિત આસપાસના વિસ્તારોમાં વેચાણ માટે પણ આપે છે.
જોરાવનગરની 14 વર્ષની દીકરીએ મોંઘવારીના રાવણ પર ગરબો બનાવ્યો:દશેરાના પર્વે સરકારને પૂછ્યું, વધતી મોંઘવારીનું દહન ક્યારે થશે
📅 Published: October 20, 2026 |
📂 Category: gujarati-news
