Gujarat Weather News: રાજકોટ બન્યું રાજ્યનું સૌથી ગરમ શહેર, જાણો તાપમાનનો પારો કેટલો ઊંચકાશે?

📅 Published: October 20, 2026 | 📂 Category: Ahmedabad

હવામાન વિભાગના પૂર્વાનુમાન અનુસાર સમગ્ર રાજ્યમાં આગામી સમયમાં મહત્તમ તાપમાનમાં સતત વધઘટ નોંધાતી રહેશે.વાતાવરણમાં થઈ રહેલા આ બદલાવ પાછળ હાલ ફૂંકાઈ રહેલા દક્ષિણ પશ્ચિમી પવનો મુખ્ય પરિબળ માનવામાં આવી રહ્યા છે. આ પવનો ફૂંકાવાને કારણે રાજ્યના વિવિધ વિસ્તારોમાં તાપમાનનો પારો એકસરખો સ્થિર રહેવાને બદલે તેમાં વધઘટની સ્થિતિ સર્જાતી રહેશે. અમદાવાદમાં મહત્તમ તાપમાન 38 ડિગ્રી જેટલું નોંધાવાનું અનુમાન વિભાગ તરફથી દર્શાવવામાં આવ્યું છે.અમદાવાદ સહિત રાજ્યભરમાં ખાસ કરીને બપોરના સમયે ગરમીની સીધી અસર વધુ પ્રમાણમાં વર્તાશે.હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે તાપમાનમાં જોવા મળતી આ વધઘટ અને દક્ષિણ પશ્ચિમી પવનોને પગલે બપોરના ગાળામાં ગરમીનું પ્રમાણ વધશે.

ભેજનું પ્રમાણ વધી જતા આ વિસ્તારમાં ધુમ્મસ છવાયું

રાજકોટ ફરી રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યું છે.ગરમીનો પારો 41 ડિગ્રી સુધી પહોંચી જતા શહેરીજનોએ ઉનાળા જેવો આકરો તાપનો અનુભવ કર્યો હતો. રાજકોટ ઉપરાંત દ્વારકા, પોરબંદર, સુરેન્દ્રનગર સહિતના શહેરોમાં તાપમાનમાં એકથી બે ડિગ્રીનો વધારો થયો હતો. અરબી સમુદ્રમાં સર્જાયેલ સાયક્લોનીક સરક્યુલેશનના કારણે સૌરાષ્ટ્ર-કચ્છના અનેક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે અને ક્યાંક કમોસમી વરસાદની પણ વકી છે. સવારે દ્વારકા, ઓખા અને વેરાવળ વિસ્તારમાં ભેજનું પ્રમાણ વધી જતા આ વિસ્તારમાં ધુમ્મસ છવાયું હતું.

રાજકોટ શહેરમાં ગરમીથી લોકો ત્રાહિમામ

રાજકોટ શહેરમાં સવારે હવામાં ભેજનું પ્રમાણ 49 ટકા સાથે લઘુત્તમ તાપમાનના પારો બે ડિગ્રી ઘટી 23.2 ડિગ્રીએ સ્થિર થયો હતો અને મધ્યાહન થતાની સાથે જ ગરમીનો પારો 40.8 ડિગ્રી પહોંચી જતા શહેરીજનો આકરા તાપમાં આકુળ-વ્યાકુળ થયા હતા.જ્યારે કંડલા પોર્ટમાં 39.5, સુરેન્દ્રનગરમાં 39.3, નલીયામાં 38.5, પોરબંદર-કેશોદમાં 38.4, અમરેલીમાં 37.3, ભાવનગર-મહુવામાં 36.4, દ્વારકામાં 36.2, દીવમાં 35, વેરાવળમાં 34.3 અને ઓખામાં 33 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. શિયાળામાં ઠંડાનગર તરીકે જાણીતા નલીયામાં પ્રથમ વાર લઘુત્તમ તાપમાન 20.1ડિગ્રી થઈ ગયું હતું.આ ઉપરાંત ભાવનગર, પોરબંદર, સુરેન્દ્રનગર, કંડલા સહિતના શહેરોમાં પણ પારો બેથી ત્રણ ડિગ્રી ઘટી ગયો હતો.

તાપમાનનો પારો ઊંચો નોંધાતાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ

કચ્છમાં મહત્તમ તાપમાનનો પારો ઊંચો નોંધાતાં ગરમી અને ઉકળાટનું પ્રમાણ યથાવત્ રહ્યું છે.રાજકોટ બાદ કંડલા પોર્ટ રાજ્યનું બીજા નંબરનું સૌથી ગરમ મથક રહ્યું હતું.આસો માસમાં પણ લોકોને ઉનાળા જેવી ગરમીનો અનુભવ થઈ રહ્યો છે.વહેલી સવારે વાતાવરણમાં ઝાકળ જોવા મળે છે.પરંતુ સૂર્યોદય થતાં જ ગરમીનો અહેસાસ શરૂ થઈ જાય છે, જે મોડી સાંજ સુધી યથાવત્ રહે છે.દિવસ દરમિયાન આકરા તાપ અને ઉકળાટથી લોકો પરેશાન થઈ રહ્યા છે.જ્યારે રાત્રિના સમયે સામાન્ય ઠંડક અનુભવાતાં બેવડી ઋતુનો માહોલ જોવા મળી રહ્યો છે. કચ્છમાં આજે સોમવારે નોંધાયેલા મહત્તમ તાપમાનના આંકડા મુજબ કંડલા પોર્ટ વિસ્તારમાં સૌથી વધુ 39.5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.જ્યારે જિલ્લા મથક ભુજમાં 36 ડિગ્રી, નલિયામાં 38.5 ડિગ્રી અને કંડલા એરપોર્ટ વિસ્તારમાં 38.4 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું.સામાન્ય રીતે શિયાળાની ઋતુમાં ઠંડી માટે જાણીતા નલિયામાં પણ મહત્તમ તાપમાન ઊંચું રહેતાં ગરમીનો અહેસાસ થઈ રહ્યો છે. 

આ પણ વાંચોઃ Ahmedabad News: શહેરમાં 10 દિવસમાં લોકોએ 2 કરોડની કિંમત સુધીની લક્ઝુરિયસ કાર ખરીદી, જાણો ટુવ્હીલર કેટલા વેચાયા?


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *