Ahmedabad News: પીરાણા પાસેથી મળેલા માનવ અવશેષો ગટરમાં ખાબકેલી બાળકીના હોવાની આશંકા

📅 Published: October 20, 2026 | 📂 Category: Ahmedabad

અમદાવાદમાં 10 ઓક્ટોબરને શનિવારે બપોરે ત્રણ વાગ્યાના સુમારે નારોલ-વિશાલા નેશનલ હાઈવે ઉપર પીપળજ-પીરાણા રોડ પાસે ખુલ્લી એક ગટરમાં પ્રજ્ઞાચક્ષુ મનીષા નામની નવ વર્ષની દીકરી અજાણતાં પડી જાય છે.આ ઘટનાના નવ દિવસ પછી જે ગટરમાં મનીષા પડી હતી તે ગટર ઉપર ઢાંકણું મૂકી દઈ આજુબાજુ માટી પાથરી દેવામાં આવી છે.દરેક ઘટનામાં સ્થળ ઉપર દોડી જતા શહેરના મેયર,ઉચ્ચ અધિકારીઓ અને પદાધિકારીઓ પહેલા દિવસે પબ્લિસિટી લેવા ઘટનાસ્થળે પહોંચ્યા પછી ક્યારેય કામગીરી જોવા માટે પણ પહોંચ્યા નહોતા એમ સત્તાવાર સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.બીજી તરફ પીરાણા પાસેથી માનવ અવશેષો મળી આવતા તે આ બાળકીના હોવાની આશંકાઓ સેવાઈ રહી છે. 

કપડામાં લપેટેલી હાલતમાં એક શંકાસ્પદ વસ્તુ દેખાઈ

પ્રાપ્ત વિગતો પ્રમાણે પીરાણામાં ડ્રેનેજ નિકાલ પોઇન્ટ નજીક કપડામાં લપેટેલી હાલતમાં એક શંકાસ્પદ વસ્તુ સ્થાનિક લોકોના નજરે પડી હતી.આ બાબત સામે આવતાં જ જાગૃત સ્થાનિકોએ તાત્કાલિક ફાયર વિભાગને આ અંગે જાણ કરી હતી.માહિતી મળતાં ફાયર વિભાગની ટીમે સ્થળ પર પહોંચીને ડ્રેનેજમાંથી કપડું બહાર કાઢી તપાસ હાથ ધરી હતી.જેમાં માનવ અવશેષો મળી આવ્યા હતા.ડ્રેનેજમાંથી માનવ અવશેષો બહાર કાઢ્યા બાદ ફાયર વિભાગ દ્વારા તુરંત જ પોલીસને સમગ્ર વિગતોથી વાકેફ કરવામાં આવી હતી.

અવશેષો તે જ બાળકીના હોવાની આશંકા

અમદાવાદમાં ગટરમાં પડેલી બાળકીની ચકચારી ઘટના વચ્ચે આ અવશેષો તે જ બાળકીના હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે.જોકે આ અવશેષો ખરેખર કોના છે તે બાબતે હાલ ભારે રહસ્ય અને સસ્પેન્સ યથાવત છે. સમગ્ર મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મળેલા માનવ અવશેષોને તુરંત જ એફએસએલ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે.નિષ્ણાતો દ્વારા કરવામાં આવનાર આ ફોરેન્સિક તપાસ પૂર્ણ થયા બાદ અને તેનો સત્તાવાર રિપોર્ટ સામે આવ્યા પછી જ બાળકી અંગેની સાચી હકીકત સ્પષ્ટ થઈ શકશે.

આ પણ વાંચોઃ Morbi News: માંગણીઓ નહીં સંતોષાય તો દિવાળી પછી રાજ્યભરના ખેડૂતો શક્તિપ્રદર્શન કરશે


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *