વડોદરામાં ઠેર ઠેર શસ્ત્ર પૂજન કાર્યક્રમો યોજાયા:શ્રી રાજપૂત ક્ષત્રિય મહાપરિષદ, વડોદરા ઝોન દ્વારા દશેરા નિમિત્તે શસ્ત્ર પૂજન અને રાસ-ગરબાના ભવ્ય કાર્યક્રમનું આયોજન કરાયું, પહેલીવાર બહેનો પણ શસ્ત્ર પૂજનમાં સામેલ થઈ

📅 Published: October 20, 2026 | 📂 Category: gujarati-news

વડોદરામાં શ્રી રાજપૂત ક્ષત્રિય મહાપરિષદ, વડોદરા ઝોન હેઠળ આવતા વિવિધ રાજપૂત સમાજોના ભાઈઓ માટે વિજયાદશમી નિમિત્તે શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. આ સાથે જ બહેનો માટે રાસ-ગરબાનું પણ વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 500 જેટલા ભાઈઓ-બહેનોએ ઉત્સાહભેર હાજરી આપી હતી. આ મહાપરિષદની સ્થાપનાનો મુખ્ય ઉદ્દેશ જુદા જુદા ફિરકાઓમાં વહેંચાયેલા સમાજને એકજૂટ કરવાનો, યુનિટી વધારવાનો અને ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રે ક્ષત્રિય સમાજને આગળ લાવવાનો છે. લોકશાહીમાં સંગઠનનું ખૂબ મોટું મહત્વ હોય છે, ત્યારે સમાજ સંગઠિત બને અને શિક્ષણ તેમજ રક્તશુદ્ધિ જેવા મુદ્દાઓ પર આગળ વધીને સમાજને યોગ્ય પ્રતિનિધિત્વ મળે તે માટે આ સંગઠન સતત કાર્યરત છે. શ્રી રાજપૂત ક્ષત્રિય મહાપરિષદ, વડોદરા ઝોનના પ્રમુખ જી બી ડોડીયાએ જણાવ્યું હતું કે, આ વખતે બહેનો પણ શસ્ત્ર પૂજનમાં વિશેષરૂપે સામેલ થઈ છે. અમારી મહાપરિષદ કચ્છ-સોમનાથથી લઈને કચ્છ, રાજકોટ, ભાવનગર, સુરેન્દ્રનગર, બોટાદ અને ઉત્તર ગુજરાતના તમામ પરગણાના રાજપૂતોને જોડીને શિક્ષણ અને સંસ્કારનું ઉત્તમ કાર્ય કરી રહી છે. શ્રી રાજપૂત ક્ષત્રિય મહાપરિષદ, ગુજરાત પ્રદેશના ટ્રસ્ટી ભરતસિંહ બારડે જણાવ્યું હતું કે, દશેરા પર્વ નિમિત્તે યોજાયેલા આ આયોજનથી સમાજના યુવાનો અને પરિવારોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો છે. શસ્ત્ર પૂજન અને સાંસ્કૃતિક કાર્યક્રમો દ્વારા આપણી પરંપરાઓ જળવાઈ રહે છે તેમજ સમાજના લોકો એકબીજા સાથે હળીમળીને રહીને સંગઠનની શક્તિને વધુ મજબૂત બનાવે છે. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, અમારા આ સંગઠન દ્વારા કોઈપણ પ્રકારના આર્થિક ખર્ચ વિના સંપૂર્ણ વિનામૂલ્યે UPSC અને GPSC જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી માટે વર્ગ-1 અને વર્ગ-2ના ક્લાસીસ પણ શરૂ કરવામાં આવ્યા છે, જેમાં દીકરીઓ માટે હોસ્ટેલની અને દીકરાઓ માટે ક્લાસરૂમની નિઃશુલ્ક સગવડ પૂરી પાડવામાં આવે છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *