હિંમતનગરમાં 35 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન:ભવ્ય આતશબાજીથી આકાશ ઝગમગ્યું; રામજી મંદિરથી નીકળેલી શોભાયાત્રામાં યુવતીઓએ તલવારબાજી કરી

📅 Published: October 20, 2026 | 📂 Category: gujarati-news

સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં વિજયાદશમી પર્વની ઉજવણી કરાઈ હતી. વિશ્વ હિન્દુ પરિષદ અને વિજયાદશમી ઉત્સવ સમિતિએ શોભાયાત્રાનું આયોજન કર્યું હતું. આ યાત્રા છાપરિયા સ્થિત રામજી મંદિરેથી નીકળી શહેરના વિવિધ માર્ગો પર ફરી હતી. શોભાયાત્રામાં મોટી સંખ્યામાં નગરજનો જોડાયા હતા. ટાવર ચોક ખાતે અનુસૂચિત જાતિના લોકોએ ભગવાન શ્રીરામની આરતી ઉતારી. વિશ્વ હિન્દુ પરિષદની યુવતીઓએ તલવારબાજીનું પ્રદર્શન કરી લોકોનું ધ્યાન ખેંચ્યું. શોભાયાત્રા પૂરી થયા બાદ હાથમતી નદી કિનારે 35 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન કરાયું. આ પ્રસંગે ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી, જેનાથી આકાશ રોશનીથી ઝગમગી ઉઠ્યું. રાવણદહન જોવા હિંમતનગર અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *