મહેસાણા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને વધુ સુદ્રઢ બનાવવાના હેતુથી જિલ્લા પોલીસ વડા દ્વારા મોટો ફેરબદલ કરવામાં આવ્યો છે. આ નવી બદલીઓ અને નિમણૂકો હેઠળ જિલ્લાના 3 પોલીસ ઇન્સ્પેક્ટર અને 8 પોલીસ સબ-ઈન્સ્પેક્ટરની આંતરિક બદલીઓ કરવામાં આવી છે. સાંથલ વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવાના હેતુથી SP દ્વારા મહેસાણા શહેર ‘એ’ ડિવિઝન પો.સ્ટે.ના PSI જે.આર. જાડેજાને સાંથલ પો.સ્ટે. ખાતે ઇન્ચાર્જ પો.ઇન્સ. તરીકે મેદાને ઉતારવામાં આવ્યા છે. 8 PSIની આંતરિક બદલીના આદેશ
બદલી પામેલા અધિકારીઓમાં સાંથલ પો.સ્ટે.ના પો.સ.ઇ. એચ.યુ. પટેલને જોટાણા આઉટ પોસ્ટ ખાતે, સતલાસણા પો.સ્ટે.ના યુ.બી.ઝાલાને ધરોઈ આઉટ પોસ્ટ ખાતે, સતલાસણા પો.સ્ટે.ના પો.ઇન્સ. એસ.એસ.આનંદને ખેરાલુ પો.સ્ટે. ખાતે તથા સાંથલ પો.સ્ટે.ના પો.ઇન્સ. કે.કે.ચૌધરીને AHTU મહેસાણા ખાતે બદલી કરવામાં આવી છે. આ ઉપરાંત મહેસાણા તાલુકા પો.સ્ટે.ના બી.આર.પટેલને સતલાસણા પો.સ્ટે. (ઇન્ચાર્જ પો.ઇન્સ.) અને સાંથલ પો.સ્ટે.ના એમ.પી.ચૌધરીને મહેસાણા શહેર ‘એ’ ડિવિઝન પો.સ્ટે. ખાતે મુકવામાં આવ્યા છે. તાત્કાલિક નવી નિમણૂંકના સ્થળે હાજર થવું
તેમજ હાઇવે ટ્રાફિક શાખાના વી.પી.સોલંકીને શહેર ટ્રાફિક શાખામાં, શહેર ટ્રાફિક શાખાના વી.બી.ઝાલાને મહેસાણા તાલુકા પો.સ્ટે.માં, નંદાસણ પો.સ્ટે.ના જી.એમ.ગેહલાવતને એન્ટી રેડિકલાઇઝેશન સેલ મહેસાણા ખાતે અને AHTU મહેસાણાના પો.ઇન્સ.એમ.એન.દવેને લીવ રિઝર્વમાં બદલી કરવામાં આવી છે. સંબંધિત તમામ અધિકારીઓને લેખિતમાં ચાર્જ સોંપીને તુરંત જ નવી નિમણૂક વાળી જગ્યાએ હાજર થઈ કચેરીને જાણ કરવા આદેશ આપવામાં આવ્યો છે.
મહેસાણામાં પોલીસ બેડામાં મોટો ફેરબદલ:3 PI અને 8 PSIની બદલી, સાંથલમાં જે.આર. જાડેજાને જવાબદારી સોંપાઈ
📅 Published: October 20, 2026 |
📂 Category: gujarati-news
