તાપી જિલ્લાના સોનગઢ ખાતે નવરાત્રિ મહોત્સવને લઈને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરાયેલી એક વિવાદાસ્પદ કોમેન્ટ બાદ વાતાવરણ ગરમાયું છે. હિન્દુ સંગઠનના પેજ પર નવરાત્રિ સંબંધિત પોસ્ટમાં કથિત રીતે ‘ગર્ભવતી મંડળ’ જેવી વાંધાજનક કોમેન્ટ કરવામાં આવી હતી, જેનો પ્રતિભાવ જૂના ગામ મુસ્લિમ ફળિયા પાસે રહેતા ગૌરવ ચૌધરી નામના યુવકે આપ્યો હતો. આ પ્રતિભાવના વિવાદમાં ઉશ્કેરાયેલા 20 થી 25 લોકોના ટોળાએ ગૌરવ ચૌધરીના ઘર પર પથ્થરમારો કર્યો હતો. હિન્દુ સંગઠનોનો આક્રોશ, બંધનું એલાન
ઘટના બાદ પોલીસ સ્ટેશન બહાર મોટી સંખ્યામાં એકત્ર થયેલા હિન્દુ સંગઠનના પ્રતિનિધિઓ અને આગેવાનોએ ભારે રોષ વ્યક્ત કર્યો હતો. સંગઠનના અગ્રણી નિલેશ ચંદ્રાતે જણાવ્યુ હતું કે, ગૌરવ ચૌધરીએ વિવાદાસ્પદ કોમેન્ટનો જવાબ આપતાં જ 50થી વધુ વિધર્મી યુવકોના ટોળાએ ‘સર તન સે જુદા’ના નારા સાથે તેના ઘર પર બેફામ પથ્થરમારો કર્યો હતો અને પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ સમગ્ર ઘટના સમયે પોલીસની ગાડીઓ પણ ત્યાં હાજર જોવા મળી હતી. સંગઠને માગ કરી છે કે, વીડિયો ફૂટેજના આધારે આરોપીઓને ઓળખીને ત્વરિત ધરપકડ કરવામાં આવે, તેમના રોજગાર-ધંધા અને ગેરકાયદે દબાણો તપાસીને બુલડોઝર કાર્યવાહી કરવામાં આવે. શરૂઆતમાં સંગઠનો દ્વારા બુધવારથી સોનગઢને અચોક્કસ મુદત માટે બંધ રાખવાની ચીમકી આપવામાં આવી હતી, પરંતુ પોલીસે આસામાજિક તત્વો સામે કડક કાર્યવાહીની ખાતરી આપતાં બંધનું એલાન પાછું ખેંચવામાં આવ્યું છે. પોલીસની સ્પષ્ટતા બાદ સ્થિતિ નિયંત્રણ હેઠળ
બીજી તરફ, સમગ્ર ઘટના અંગે DySP ઈશ્વર પરમારે માહિતી આપતાં જણાવ્યું હતું કે, 20 ઓક્ટોબરના રોજ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કરાયેલી કોમેન્ટ મામલે મનદુઃખ થતાં પથ્થરમારો થયો હતો. ઘટના અંગે કોલ મળતાં જ પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને ટોળાને ત્યાંથી ખસેડી દીધું હતું. પોલીસની હાજરીમાં પથ્થરમારો થયો હોવાના આક્ષેપો યોગ્ય નથી, પોલીસે ત્વરિત રિસ્પોન્સ આપીને પરિસ્થિતિ વણસતી અટકાવી હતી. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને જિલ્લા પોલીસ અધિક્ષક સહિતના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. હાલમાં પથ્થરમારો કરનારા ઈસમો સામે સંબંધિત કલમો હેઠળ એફ.આઈ.આર. નોંધવાની અને આરોપીઓની અટકાયત કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. હાલ સોનગઢ નગરમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સંપૂર્ણપણે શાંતિપૂર્ણ અને સામાન્ય છે. તાપી જિલ્લા પોલીસ દ્વારા નાગરિકોને સોશિયલ મીડિયા પર ફેલાતી અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવી રાખવા માટે અપીલ કરવામાં આવી છે.
સોશિયલ મીડિયા કોમેન્ટ બાદ સોનગઢમાં તંગદિલી:નવરાત્રિ પોસ્ટ પર 'ગર્ભવતી પંડાલ' ઉલ્લેખથી રોષ, વિધર્મીઓનો યુવકના ઘર પર પથ્થરમારો, હિન્દુ સંગઠનોનો આક્રોશ
📅 Published: October 21, 2026 |
📂 Category: gujarati-news
