Shafali Vermaનો પાવર શો! 5 છગ્ગા ફટકારી હરમનપ્રીતનો રેકોર્ડ તોડ્યો

📅 Published: October 21, 2026 | 📂 Category: cricket

ભારતીય મહિલા ક્રિકેટ ટીમની યુવા અને વિસ્ફોટક ઓપનર શેફાલી વર્માએ T20 ક્રિકેટમાં વધુ એક ઐતિહાસિક સિદ્ધિ પોતાના નામે કરી દીધી છે. ઝિમ્બાબ્વે સામે રમાયેલી ત્રીજી T20 આંતરરાષ્ટ્રીય મેચમાં શેફાલીએ પોતાની પરંપરાગત આક્રમક બેટિંગથી માત્ર વિરોધી બોલરોને જ નહીં, પરંતુ રેકોર્ડ બુકને પણ હચમચાવી દીધી છે. તે હવે એક કેલેન્ડર વર્ષમાં સૌથી વધુ છગ્ગા ફટકારનારી ભારતીય મહિલા બેટર બની ગઈ છે.

વર્ષ 2026માં શેફાલી વર્માના 52 છગ્ગા

મેદાન પર ઉતરતાની સાથે જ સિક્સર ફટકારવા માટે જાણીતી શેફાલી વર્માએ આ વર્ષે (2026) કમાલનું પ્રદર્શન કર્યું છે. તેણે વર્ષ 2026માં અત્યાર સુધીમાં કુલ 52 છગ્ગા ફટકારી દીધા છે. આ સાથે જ તેણે ભારતીય ટીમની પૂર્વ કેપ્ટન અને અનુભવી ખેલાડી હરમનપ્રીત કૌરનો મોટો રેકોર્ડ ધ્વસ્ત કર્યો છે. હરમનપ્રીતે વર્ષ 2018માં T20 ક્રિકેટમાં 51 છગ્ગા ફટકાર્યા હતા, જેને હવે શેફાલીએ પાછળ છોડી દીધી છે.

સોફી ડિવાઇનના નામે સૌથી મોટો રેકોર્ડ

મહિલા T20 ક્રિકેટમાં એક કેલેન્ડર વર્ષ દરમિયાન સૌથી વધુ છગ્ગા ફટકારવાનો એકંદર રેકોર્ડ ન્યૂઝીલેન્ડની સોફી ડિવાઇનના નામે છે. તેણે વર્ષ 2018માં કુલ 67 છગ્ગા ફટકાર્યા હતા.સોફી ડિવાઇને વર્ષ 2020માં 61 અને વર્ષ 2023માં 55 છગ્ગા ફટકારીને પણ પોતાની આક્રમક બેટિંગનો પરચો આપ્યો હતો. દક્ષિણ આફ્રિકાની લિઝેલ લીએ વર્ષ 2018માં 53 છગ્ગા ફટકાર્યા હતા. જ્યારે શેફાલી વર્મા વર્ષ 2026માં અત્યાર સુધીમાં 52 છગ્ગા સાથે આ યાદીમાં પાંચમા સ્થાને છે.શેફાલી પાસે વર્ષ પૂરું થાય તે પહેલાં પોતાના છગ્ગાની સંખ્યા વધારવાની તક છે. જો તે આ જ લય જાળવી રાખશે, તો તે આ યાદીમાં વધુ ઉપર પહોંચી શકે છે.

Women’s T20 Cricket Sixes

શેફાલી વર્મા  મહત્ત્વપૂર્ણ સિદ્ધિ 

શેફાલી વર્માની આ સિદ્ધિ ભારતીય મહિલા ક્રિકેટ માટે મહત્ત્વપૂર્ણ છે. તેણે માત્ર હરમનપ્રીત કૌરનો રેકોર્ડ જ તોડ્યો નથી, પરંતુ આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી વધુ છગ્ગા ફટકારનારી ખેલાડીઓની યાદીમાં પણ પોતાનું સ્થાન મજબૂત કર્યું છે.

આ પણ વાંચો – Harmanpreet Kaurની તોફાની અંદાજ, સ્મૃતિ મંધાનાનો મોટો રેકોર્ડ ધ્વસ્ત!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *