કદવાલ રસ્તા પર રિક્ષા અને 2 બાઇકો વચ્ચે ત્રિપલ અકસ્માત:2 ના મોત, ગંભીર રીતે ઘવાયેલા ઈજાગ્રસ્તોને વધુ સારવાર અર્થે બોડેલી રિફર કરાયા

📅 Published: October 21, 2026 | 📂 Category: gujarati-news

કદવાલ તાલુકાના નાની ખાંડી થી કદવાલ તરફ જતા રસ્તા પર સોસવા ફળિયાના ઢાળ પાસે મોડી રાત્રે એક વાગ્યે રીક્ષા અને બે બાઈક વચ્ચે અકસ્માત થયો. આ અકસ્માતમાં ભાવેશ સુરેશ નાયકા અને અમૃત નામના બે યુવકોના મોત થયા હતા. 108 એમ્બ્યુલન્સ દ્વારા તમામને કદવાલ હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા હતા. અન્ય ઘાયલોને ગંભીર ઈજાઓ થતા તેમને વધુ સારવાર માટે બોડેલી રીફર કરાયા છે. એક બાઈક ચાલક કદવાલના જરી ગામનો અને બીજો જોજા થોડીયાનો હોવાનું જાણવા મળ્યું છે, જ્યારે રીક્ષા કદવાલના સેલવા ગામની હતી. કદવાલ પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી હતી ઠાકોર ઇન્દ્રજીતસિંહ દિવ્ય ભાસ્કર કદવાલ છોટાઉદેપુર


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *