Stock Market Closing: IT સિવાયના તમામ ક્ષેત્રો લાલ નિશાને.. સેન્સેક્સ 73,709 અંકે બંધ

📅 Published: October 21, 2026 | 📂 Category: Business

દશેરાના કારણે મંગળવારે રજા રહ્યા બાદ, બુધવારે ભારતીય શેરબજારોમાં ભારે હલચલ જોવા મળી રહી છે. મજબૂત શરૂઆત બાદ, મુખ્ય સૂચકાંકો (બેન્ચમાર્ક ઇન્ડેક્સ) નીચે આવ્યા છે. સમગ્ર બજારમાં વેચવાલીનું નોંધપાત્ર દબાણ જોવા મળી રહ્યું છે. આઈટી (IT) સેક્ટરને બાદ કરતાં, અન્ય તમામ સેક્ટરલ સૂચકાંકો લાલ નિશાનમાં (ઘટાડા સાથે) કારોબાર કરી રહ્યા છે.

દશેરા બાદ શેરબજાર લાલ નિશાને 

આજના કારોબાર દરમિયાન, સેન્સેક્સ શરૂઆતના તબક્કે 74682  સુધી પહોંચ્યા બાદ ઘટીને 73281  પર આવી ગયો હતો. તેવી જ રીતે, નિફ્ટી પણ 23120ની ઊંચી સપાટીએથી ઘટીને 22672  પર આવી ગયો છે. અગાઉના સત્રમાં, સેન્સેક્સ 876 પોઈન્ટના ઘટાડા સાથે 73852  પર બંધ થયો હતો, જ્યારે નિફ્ટી 1.11 % ઘટીને 22888  પર રહ્યો હતો. બજાર તેના ઊંચા સ્તરોથી નબળાઈના સંકેતો દર્શાવી રહ્યું છે.

શેરબજાર લાલ નિશાને બંધ 

બપોરે 3.30 કલાકની વાત કરીએ તો, સેન્સેક્સ અને નિફ્ટી બંને લાલ નિશાનમાં બંધ થયો. સેન્સેક્સ 143.21 પોઇન્ટના ઘટાડા સાથે 73,709.69 અંકે બંધ થયો. જ્યારે નિફ્ટી 77.60 પોઇન્ટના ઘટાડા સાથે 22,811.35 અંકે બંધ થયો છે. 


મુખ્ય કંપનીઓના શેરમાં ઘટાડો

શેરબજારમાં મુખ્ય કંપનીઓના શેરમાં ઘટાડો જોવા મળ્યો છે. ઉપલબ્ધ માહિતી મુજબ, NSE પર બજાજ ફાઇનાન્સ અને આઈશર મોટર્સના શેરમાં 3%થી વધુનો ઘટાડો નોંધાયો છે. આ ઉપરાંત, શ્રીરામ ફાઇનાન્સ અને નેસ્લે ઇન્ડિયાના શેરમાં લગભગ 3%નો ઘટાડો જોવા મળ્યો છે. BSE પર બજાજ ફાઇનાન્સ અને આઈશરના શેરમાં 3%થી વધુનો ઘટાડો થયો છે, જ્યારે મારુતિ, ટ્રેન્ટ અને ઇન્ડિગોના શેરમાં 2.50 %થી વધુનો ઘટાડો નોંધાયો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *