Ahmedabad : દાણીલીમડામાં નકલી પત્રકારો ઝડપાયા, સમાચાર પ્રસિદ્ધ કરવાની ધમકી આપી ઓનલાઈન રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા

📅 Published: October 21, 2026 | 📂 Category: Crime

અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં પત્રકાર હોવાની ખોટી ઓળખ આપીને ફરિયાદી પાસે રૂપિયાની માગણી કરનારા બે નકલી પત્રકારોને પોલીસે ગણતરીના કલાકોમાં ઝડપી લીધા છે. આરોપીઓએ ફરિયાદી વિરુદ્ધ સમાચાર પ્રસિદ્ધ કરવાની ધમકી આપી માનસિક દબાણ ઊભું કર્યું હતું. ત્યારબાદ તેમણે ફરિયાદી પાસેથી ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરાવ્યા હતા. દાણીલીમડા પોલીસે આ મામલે ગુનો નોંધી કાર્યવાહી કરી છે.

કૃણાલ મુનશી અને જયેશ ઠક્કરનો કારસો

અમદાવાદ શહેરના દાણીલીમડા પોલીસ મથક વિસ્તારમાં બનેલી આ ઘટનામાં બે શખ્સો દ્વારા પત્રકાર તરીકેની ખોટી ઓળખ આપીને ગેરકાયદે નાણાં પડાવવાનો મામલો સામે આવ્યો છે. પકડાયેલા આરોપીઓ કૃણાલ મુનશી અને જયેશ ઠક્કર હોવાનું સામે આવ્યું છે. 

સમાચાર પ્રસિદ્ધ કરવાની ખુલ્લી ધમકી આપી

આ બંને શખ્સોએ ફરિયાદીને મળી પોતે પત્રકાર હોવાનું જણાવ્યું હતું અને તેમની પાસે રૂપિયાની માગણી કરી હતી. આરોપીઓએ ફરિયાદી વિરુદ્ધ સમાચાર પ્રસિદ્ધ કરવાની ખુલ્લી ધમકી આપી હતી. આ પ્રકારની ધમકી આપીને તેમણે ફરિયાદી પર સતત દબાણ ઊભું કર્યું હતું.

ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરાવ્યા

આખરે દબાણ હેઠળ આવી ગયેલા ફરિયાદી પાસેથી આરોપીઓએ ઓનલાઈન નાણાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. ફરિયાદી સાથે બનેલી આ સમગ્ર ઘટના બાદ પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

બંને આરોપીઓને ઝડપી લેવાયા

આ સમગ્ર મામલે દાણીલીમડા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાતા જ પોલીસે તુરંત તપાસ શરૂ કરી હતી. દાણીલીમડા પોલીસના સર્વેલન્સ સ્ક્વોડે સક્રિય બનીને ગણતરીના કલાકોમાં જ બંને આરોપીઓને ઝડપી પાડવામાં સફળતા મેળવી હતી. પોલીસે બંને શખ્સો કૃણાલ મુનશી અને જયેશ ઠક્કરની વિધિવત ધરપકડ કરી લીધી છે. પકડાયેલા આ બંને આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા એટલે કે BNSની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. 

આ પણ વાંચો :   Dussehra Explainer: ફાફડા જલેબી આરોગી લીધા ? તો હવે વાંચો કે તમારા ચટકારાનો આખો ફંડા શું છે..


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *