પંચમહાલ જિલ્લામાં બે અલગ-અલગ ઘટનાઓમાં 2 લોકોના મોત થયા છે. શહેરા તાલુકાના નવી સાજીવાવ ગામમાં 23 વર્ષીય પરિણીતાનું સારવાર દરમિયાન મોત થયું, જ્યારે ગોધરા તાલુકાના ઓડિદ્રા ગામમાં ખેતરમાંથી 58 વર્ષીય ખેડૂતનો મૃતદેહ મળ્યો. બંને બનાવોમાં પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. શહેરાના નવી સાજીવાવ ગામમાં 19 ઓક્ટોબરે પારૂલબેન માલીવાડને અચાનક ચક્કર આવ્યા અને મોઢામાંથી ફીણ નીકળ્યા. તેમને હોસ્પિટલ લઈ જવાયા, જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું. તેમના પિતા જશવંતસિંહ ખાંટે શહેરા પોલીસને જાણ કરી છે. બીજી ઘટનામાં, ગોધરાના ઓડિદ્રા ગામના વિક્રમભાઈ પરમાર (58) 19 ઓક્ટોબરે બપોરે ખેતરમાં પાણી વાળવા ગયા હતા. મોડી સાંજ સુધી તેઓ પાછા ન ફરતા, પરિવારજનોએ શોધખોળ કરી. તેઓ ખેતરમાંથી મૃત હાલતમાં મળ્યા. કાંકણપુર પોલીસે આ મામલે વધુ તપાસ શરૂ કરી છે.
પંચમહાલમાં બે અલગ-અલગ બનાવોમાં 2 લોકોનાં મોત:શહેરામાં 23 વર્ષીય પરિણીતાનું સારવાર દરમિયાન મોત, ઓડિદ્રામાં ખેતરમાંથી ખેડૂતનો મૃતદેહ મળ્યો
📅 Published: October 21, 2026 |
📂 Category: gujarati-news
