ડોલવણના પાટી ગામે રોડ કામગીરીમાં કાર પલટી, શિક્ષક ઘાયલ:નિવૃત્ત શિક્ષક ઉમેશ વાંકડાને ઈજા, સ્થાનિકોએ સુરક્ષા બોર્ડની માગ કરી

📅 Published: October 21, 2026 | 📂 Category: gujarati-news

તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાટી ગામના ઢોંગીઆંબા ફળિયામાં રસ્તાની કામગીરી ચાલી રહી હતી. આ દરમિયાન એક કાર પલટી મારી જતાં અકસ્માત થયો હતો. આ ઘટનામાં કાર ચાલક નિવૃત્ત શિક્ષકને ઈજા થઈ હતી. મળતી માહિતી મુજબ, પાટી ગામના ઢોંગીઆંબા ફળિયામાં સીસી રોડ પર ડામર રસ્તાનું કામ ચાલી રહ્યું છે. નિવૃત્ત શિક્ષક ઉમેશ વાંકડા પોતાની કાર લઈને ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. રસ્તાનું કામ ચાલુ હોવાથી સાંકડા માર્ગ પરથી કાર પસાર કરતી વખતે ઉમેશભાઈએ સ્ટેરીંગ પરથી કાબૂ ગુમાવ્યો હતો. આથી કાર રોડની સાઈડમાં પલટી મારી ગઈ. અકસ્માત થતાં જ આસપાસના લોકો તરત ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને કારમાં ફસાયેલા ઉમેશભાઈને બહાર કાઢ્યા હતા. તેમને શરીરે નાની-મોટી ઈજાઓ થતાં સારવાર માટે ખસેડાયા હતા. સ્થાનિક લોકોએ માંગ કરી છે કે રસ્તાની કામગીરી દરમિયાન વાહનચાલકોની સુરક્ષા માટે યોગ્ય દિશાસૂચક બોર્ડ કે ડાયવર્ઝન મૂકવામાં આવે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *