શું દુનિયાના સૌથી મોંઘા હથિયારો ખરીદવાથી કોઈ દેશ અમર બની શકે? આ સવાલ એટલા માટે કારણ કે સાઉદી અરેબિયા અત્યારે આ સવાલનો ભયાનક શોધવા મથી રહ્યું છે. જે દેશના શાસક મોહમ્મદ બિન સલમાન જેને MBS પણ કહેવાય છે તે આખી દુનિયાને સાઉદીમાં ભવિષ્યના શહેરોનું સપનું બતાવતા હતા, તે આજે ખુદ પોતાનો જીવ બચાવવા અંડરગ્રાઉન્ડ બંકર્સમાં છૂપાઈ રહ્યા છે. આજે વાત અરબ પટ્ટામાં થઈ રહેલા સાઉદી અરેબિયા અને હૂથી બળવાખોરોની લડાઈની કરવી છે. અમેરિકા અને ઈઝરાયલે મળીને ઈરાન પર હુમલો કર્યો ત્યાર બાદ અરબ દેશોના હાલ બેહાલ થઈ ગયા છે. અંદરો-અંદર ગૃહ યુદ્ધ જેવી પરિસ્થિતિઓ થઈ ગઈ છે. જેમાં અમેરિકાનો ખાસ દોસ્ત મનાતો દેશ સાઉદી અરેબિયા ઝપેટે ચઢ્યો છે. આ એ જ સાઉદી અરેબિયા છે જેના ખજાના રૂપિયાથી ભરેલા છે અને ભંડારો શસ્ત્રોથી. આજે તે સાઉદી અરેબિયા રણમાં રખડતા હૂથી બળવાખોરોથી હાંફ્યું છે. પણ યમનના હૂથીઓ કેમ સાઉદી અરેબિયા સામે બાંયો ચઢાવી છે? આનાથી ભારતને શું લેવાદેવા? અમેરિકાની જગ્યાએ બ્રિટન કેમ સાઉદી અરેબિયાની મદદે આવ્યું? આવા બધા જ સવાલોના જવાબ આજે જાણવાનો પ્રયાસ કરીશું. નમસ્કાર… સૌથી પહેલા તો આપણે એ જાણી લઈએ કે સાઉદી અરેબિયા અને હૂથીઓ કેમ બથોબથ આવ્યા છે? બંનેને એકબીજાથી વાંધો શું પડ્યો છે કે શહેરોના શહેરો ખાક કરવામાં બંને પાછળ નથી હટી રહ્યા? અને આપણે એટલે કે ભારતને શું લેવાદેવા? સાઉદી અને હૂથીઓ વચ્ચે લોહિયાળ સંઘર્ષ કેમ ભડક્યો? તો સાઉદી અરેબિયા અને હૂથીઓ વચ્ચેના ડખાનું કારણ યમનનું ગૃહયુદ્ધ છે. જે હવે ઈરાન અને અમેરિકા-ઈઝરાયલ થયેલા યુદ્ધ સાથે જોડાઈ ગયું છે. હૂથી બળવાખોરો યમનમાં રહે છે તે ઈરાનના સપોર્ટમાં છે. હૂથીઓએ યમનની રાજધાની સના સહિત અનેક વિસ્તારો પર પોતાનો કબજો જમાવી લીધો છે. સામે બાજુ સાઉદી અરેબિયા યમનની ઈન્ટરનેશનલ સરકારને સપોર્ટ કરે છે અને હૂથીઓને યમનમાં કબજો કરતું રોકવા માગે છે. માટે બંને એકબીજાના લોહી તરસ્યા થયા છે. હૂથીઓ સાઉદી પર ધોમ વરસ્યા! જુલાઈ 2026માં સાઉદીના સપોર્ટવાળા દળોએ સનાના એરપોર્ટ પર હુમલા કર્યા હતા. જેના જવાબમાં હૂથીઓએ સાઉદીના બંદરો અને ઓઈલ ટેન્કર્સને નિશાન બનાવ્યા હતા. કંઈક આ રીતે શરૂઆત થયા પછી બંને વચ્ચે ટેન્શન વધ્યું અને હુમલા વધવા લાગ્યા. આ મહિને હૂથીઓએ સાઉદીના એરપોર્ટ અને ઓઈલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર્સ પર હુમલા કર્યા છે. જેના જવાબમાં સાઉદી અરેબિયાએ પણ હૂથીઓના ઠેકાણા પર હવાઈ હુમલા કર્યા હતા. એરપોર્ટથી લઈને તેલ ઈન્ડસ્ટ્રી બધુ ખાક સાવ શોર્ટમાં સમજીએ તો યમન પર કન્ટ્રોલ, ઈરાન-સાઉદીની રિજનલ હરીફાઈ અને રેડ સીના દરિયાઈ માર્ગો પર પોતાનો દબદબો જમાવવા માટે હૂથીઓ અને સાઉદી અરેબિયા બાખડી રહ્યા છે. આ મહિનાની વાત કરીએ તો હૂથીઓએ સાઉદીના રિયાધના કિંગ ખાલિદ ઈન્ટરનેશનલ પર અને દુનિયાની સૌથી મોટી તેલ રિફાઈનરી અરામકોના હેડવાર્ટર્સ પર હુમલા કર્યા હતા. ટ્રાફિકથી ધમધમતું રિયાધ આજે સૂમસાન યમનના હૂથીઓ સાઉદી અરેબિયા પર એટલો ખૌફ વર્તાવી રહ્યા છે કે સતત ટ્રાફિકથી ધમધમતું રિયાધ શહેર આજે સુમસાન ભાસી રહ્યું છે. સાઉદી સરકારને તાત્કાલિક અસરથી બધી નિશાલોમાં ઓનલાઈન એજ્યુકેશન અને ઓફિસમાં વર્ક ફ્રોમ હોમ કરવાની ફરજ પાડવી પડી છે. પશ્ચિમી દેશોના દૂતાવાસોએ પોતાના નાગરિકોને રિયાધ, જેદ્દાહ અને દમ્મામના એરપોર્ટથી દૂર રહેવાની ચેતવણી આપી છે. યમન-સાઉદીના ડખાથી ભારતને શું લેવાદેવા? પણ સવાલ એ થાય છે કે હજારો કિલોમીટર દૂર થઈ રહેલી સાઉદી અને યમનની આ લડાઈથી આપણે શું લેવાદેવા? તો જવાબ છે આ લડાઈથી આપણા ખિસ્સા, દેશની મોંઘવારી અને વેપારને સીધી અસર પડે છે. રેડ સી અને બાબ અલ મંદેબના રસ્તેથી ગુજરાતના બંદરો પરથી યુરોપ જતો માલસામાન, આપણી ક્રૂડ ઓઈલની ઈમ્પોર્ટ અને ખાડી દેશોમાં પરસેવો પાડતા લાખો ભારતીયોની સિક્યોરિટી આજે સીધી નિશાના પર છે. આ યુદ્ધ ખાલી મિસાઈલ્સનું નથી પણ વર્લ્ડ ઈકોનોમીને હચમચાવી દેનારૂં જીઓપોલિટિકલ વાવાઝોડું છે. સાઉદી યુવરાજના ડ્રિમ પ્રોજેક્ટ પર પાણી ફર્યું ફરી પાછા મુદ્દા પર આવીએ તો સાઉદીએ કરતાં તો ડખો કરી દીધો પણ હવે તેના કારણે તેમના ડ્રીમ પ્રોજેક્ટ વિઝન 2030 પર અસર પડી રહી છે. વિદેશી ઈન્વેસ્ટર્સ માટે રેડ કાર્પેટ પાથરીને અહીં આગતાસ્વાગતા કરવાનો સાઉદીનો પ્લાન હતો. પણ સતત હુમલાઓના કારણે સાઉદીને પોતાની FII સમિટને વર્ચ્યુઅલી કરવી પડી હતી. ખુદ ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન 12 ઓક્ટોબરથી જાહેરમાં દેખાયા નથી. અંડરગ્રાઉન્ડમાં સંતાતા મોહમ્મદ બિન સલમાન હૂથી નેતાઓની સીધી ધમકી પછી MBS સતત અંડર ગ્રાઉન્ડ બંકર્સમાં પોતાનું લોકેશન બદલાવી રહ્યા છે તેવા સમાચારો આવી રહ્યા છે. કહેવાય છે કે મોહમ્મદ બિન સલમાન માત્ર પોતાના વિશ્વાસુઓ સાથે જ રહે છે અને વાત કરે છે. જેના પર યુનિવર્સિટી ઓફ ઓટાવાના પ્રોફેસર થોમસ જુનો કહે છે કે, સાઉદીના હથિયારખાના પૂરા થવા આવ્યા? પ્રિન્સ સલમાન માત્ર હૂથીઓના કારણે જ સંતાકૂકડી નથી રમી રહ્યા તેમને પોતાના દેશમાં આંતરિક બળવા અને હત્યાનો પણ ડર સતાવી રહ્યો છે. ઈરાન સાથેના ડખામાં સાઉદીની મિસાઈલ સિસ્ટમનો સ્ટોક પણ પૂરો થવા આવ્યો છે એવા સમાચારો વહી રહ્યા છે. જેના કારણે સાઉદી અરેબિયાના શાહી પરિવારના અસ્તિત્વ સામે આજે સવાલો થઈ રહ્યા છે. આ મામલે અમેરિકન અખબાર પોલિટિકોનું કહેવું છે. હથિયાર પાછળ અબજો ડોલર ખર્ચે છે સાઉદી પણ અહીં સૌથી મોટો વિરોધાભાસ એ છે કે સાઉદી અરેબિયા પોતાના બચાવ માટે વર્ષે GDPના 6.5 ટકા એટલે કે 83 અબજ ડોલરનું જંગી બજેટ વાપરે છે, 2020થી 2025 વચ્ચે અમેરિકાની કૂલ ડિફેન્સ એક્સપોર્ટનો 12 ટકા ભાગ એકલા સાઉદીએ ખરીદ્યો હતો. આ વર્ષે જ રિયાધે વોશિંગ્ટન સાથે 730 પેટ્રિયટ ઇન્ટરસેપ્ટર મિસાઇલો માટે 9 અબજ ડોલરનો અને 48 એડવાન્સ F-35 સ્ટીલ્થ ફાઇટર જેટ્સ માટે 24.3 અબજ ડોલરનો સોદો કર્યો છે. હૂથીઓના હુમલાનું શું છે સિક્રેટ? જ્યારે હૂથી બળવાખોરો ખાલી સસ્તા ડ્રોન અને મિસાઈલ્સથી સાઉદીને હંફાવી રહ્યું છે. થોડા હજાર ડોલરના સસ્તા ડ્રોનને હવામાં તોડવા માટે સાઉદીએ લાખો ડોલરની પેટ્રિયટ મિસાઈલ વાપરવી પડે છે, જેણે સાઉદીની તિજોરી અને હથિયારખાનાને મોટો ફટકો આપ્યો છે. હૂથીઓ સાઉદી સામે હુમલો કરવા માટે ઈરાની બનાવટના સસ્તા ડ્રોન, ક્રુઝ મિસાઈલ, બુરકાન અને બદ્ર જેવી બેલિસ્ટિક મિસાઈલ્સ વાપરે છે, જે 2 હજાર કિલોમીટર સુધી એટેક કરી શકે છે. હૂથી હુમલામાં સાઉદીમાં ટપોટપ મોત યમન અને સાઉદીમાં આ હુમલાઓના કારણે થયેલી જાનહાનીની વાત કરીએ તો યમનના શબવા સૈન્ય કેમ્પમાં 73 જવાનો શહીદ થયા છે અને 14 ગુમ થયા છે. 10 ઓક્ટોબરે રિયાધ એરપોર્ટ પર શનિવારે હુમલો થયો હતો તેમાં 14 લોકોના મોત થયા હતા અને 300 લોકો ઘાયલ થયા હતા. રિયાધ પર બુધ-ગુરુવારના હુમલામાં 4 લોકોના મોત થયા હતા. યમનના પ્રેસિડેન્શિયલ અલ માશિક પેલેસ પર હુમલો થયો ત્યારે 4 સુરક્ષા કર્મચારીઓના મોત થયા હતા અને 10 ઘાયલ થયા હતા. જ્યારે ખરેખર કસોટીની ઘડી આવી ત્યારે, સાઉદીના બેસ્ટ ફ્રેન્ડ અને અબજો ડોલરના શસ્ત્રો વેચનાર અમેરિકાએ પણ હૂથીઓ પર સીધા હૂમલા કરવાથી હાથ ઊંચા કરી લીધા. સેન્ટર ફોર સ્ટ્રેટેજિક એન્ડ ઇન્ટરનેશનલ સ્ટડીઝ એટલે કે CSISના માઇકલ રેટની અને બીજા એક્સપર્ટ્સનું માનવું છે કે, “અમેરિકાની આ અનિચ્છા પાછળ અમેરિકાનું આંતરિક રાજકારણ અને સૈન્ય મર્યાદાઓ જવાબદાર છે.” સ્વાભાવિક વાત છે આપણે બધા જાણીએ છીએ કે આવતા મહિને અમેરિકામાં મીડ ટર્મ ઈલેક્શન છે, જો ટ્રમ્પ સાઉદીને મદદ કરે અને ઈરાનની જેમ ભેરવાઈ જાય તો તેને ભારે ફટકો પડી શકે. માટે અમેરિકા અત્યારે આ વિવાદથી દૂર રહી રહ્યું છે. સાઉદી સાથે પાકિસ્તાન અને તુર્કીની ગદ્દારી બીજી બાજુ મક્કા ડિફેન્સ પેક્ટ હોવા છતાં પાકિસ્તાન અને તુર્કી સાઉદીને મદદ કરવાની જગ્યાએ કિનારે ઉભા રહીને સાઉદીના બૂરા હાલ થવાનો તમાશો જોતા રહ્યા. જેને સાઉદી દેશ જ નથી માનતું તે ઈઝરાયલ મદદ કરવા તૈયાર છે પણ સાઉદીના લોકોને ઈઝરાયલ સાથે વાંધો છે એટલે પ્રિન્સ સલમાન ઈઝરાયલનો હાથ પકડી શકે એમ નથી. સાઉદીની પડખે આવ્યું બ્રિટન પણ સાવ એવું પણ નથી કે સાઉદીની મદદે કોઈ નથી આવ્યું. બ્રિટનના વડાપ્રધાન એન્ડી બર્નહામની સરકારના ડિફેન્સ મિનિસ્ટર વેસ સ્ટ્રીટિંગે સાઉદી અરેબિયાની રક્ષા માટે રોયલ એર ફોર્સના ટાઇફૂન ફાઇટર જેટ્સ, એક RAF ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ અને સૈન્ય સલાહકારો તૈનાત કરવાની જાહેરાત કરી છે. બ્રિટન પણ સાઉદીની મદદ કરવા આ બધું નથી કરી રહ્યું, તેને સાઉદીની ગરજ છે માટે તે મદદ કરી રહ્યું છે. કારણ કે બ્રિટન જાણે છે કે જો સાઉદીને કંઈ થાય તો તેલના ભાવ ભડકે બળી શકે એમ છે. જો આવું થાય તો બ્રિટનને ભારે ફટકો પડી શકે એમ છે. ફ્રાન્સ, ગ્રીસ અને ઇજિપ્તે પણ મદદની સહાય લગાવી છે. સાઉદીનું સુરક્ષા કવચ કેમ કાગળનો વાઘ બન્યું? પણ આખરે ચાર વર્ષની શાંતિ પછી અચાનક એવું તો શું બન્યું કે સાઉદી અરેબિયાનું ભેદી ન શકાય એવું સરક્ષા કવચ કાગળનો વાઘ બની ગયું? ભારતે કેમ પોતાના યુદ્ધ જહાજો મેદાનમાં ઉતારવા પડ્યા અને તેની પાછળના ચોંકાવીદેનારી વાતો શું છે? ચાલો હવે તેની વાત કરી લઈએ. આ ડખા પાછળ એક કડવું સત્ય છૂપાયેલું છે જે સાઉદી અરેબિયાના શાહી પરિવારની સૌથી મોટી નબળાઈને સામે લાવે છે. પ્રિન્સટન યુનિવર્સિટીના એક્સપર્ટ બર્નાર્ડ હેકલનું માનવું છે કે, “સાઉદી રાજવી પરિવારે સૈન્ય બળવાના ડરના કારણે દાયકાઓથી પોતાની સેનાને જાણી જોઈને નાની, ડિવાઈડેટ અને નબળી રાખી છે.” વધુમાં તે કહે છે કે, અરબ પટ્ટામાં ઈંધણની આંધી આ જ નબળાઈના કારણે આજે સાઉદીનું આકાશમાં રાજ હોવા છતાં જમીની યુદ્ધમાં હૂથીઓ સામે વારંવાર હાંફી રહ્યું છે. બીજી બાજુ ભારત જેવા દેશો માટે આ કટોકટી એક ખતરનાક વોર્નિંગ પણ છે અને બેલેન્સ વિદેશનીતિનો પાઠ પણ છે. જ્યારે અરબ પટ્ટાના પરંપરાગત ઊર્જા પુરવઠાકારો યુદ્ધની આગમાં લપેટાયા ત્યારે ભારતે જે ડગલું ભર્યું તેણે આપણને આર્થિક પાયમાલીથી બચાવી લીધો. વિદેશ મંત્રાલયે કહ્યું, ભારત સરકારનો માસ્ટરસ્ટ્રોક આ સિવાય ભારતીય નેવીના ઓપરેશન સંકલ્પ હેઠળ તહેનાત 23 યુદ્ધ જહાજો અને માર્શલ કમાન્ડોએ સાબિત કરી દીધું કે ભારત પોતાના નાગરિકો, જહાજો અને વેપારની સિક્યોરિટી માટે બીજા દેશોના ભરોસે નથી. બાબ અલ-મંદેબના દરિયાઈ માર્ગે જોખમો હોવા છતાં ભારતે અંદાજે 91 લાખ મેટ્રિક ટન કાર્ગો સુરક્ષિત રીતે ભારત પહોંચાડ્યા છે. બાકી સાઉદીની લંકા રાખમાં ફેરવાતા વાર નહીં લાગે… ટૂંકમાં આજના આધુનિક યુગમાં અબજો ડોલરના હથિયારો ખરીદીને તમે આકાશ તો સુરક્ષિત રાખી શકો છો પણ જમીન પરના એસેમેટ્રિક વોરફેર અને જનતાના ભીતરના રોષને નથી રોકી શકતા. સાઉદી અરેબિયાને પોતાનું વિઝન 2030નું સપનું જો સુરક્ષિત રાખવું હોય તો ક્રાઉન પ્રિન્સ MBSએ માત્ર શસ્ત્રોના સંગ્રહ પર ભરોસો કરવાને બદલે રીજનલ ડિપ્લોમસી અને મજબૂત પોલિટિકલ સમાધાન બાજુ આગળ વધવું પડશે બાકી સસ્તા ડ્રોન અને મિસાઈલ્સની આ રમત સાઉદીની આર્થિક સોનાની લંકાને રાખમાં ફેરવાતા વાર નહીં લાગે. અને છેલ્લે… સાઉદીની મદદથી ભાગેલા પાકિસ્તાનની ફરીથી વાત કરીએ કારણ કે ભારતના મહેમાન બનેલા સેક્રેટરી માર્કો રૂબિયોએ કહ્યું છે કે પાકિસ્તાન પાસે પરમાણું હથિયાર છે તેની સાથે મતભેદો હોવા છતાં સંબંધો છે જેમ ભારતને ઈરાન સાથે સંબંધો છે. રૂબિયોએ તો ત્યાં સુધી કહ્યું કે વાતચીતથી ભારતની સુરક્ષા સંબંધિત ચિંતાઓ દૂર થઈ શકે છે. આ એ જ રૂબિયો છે જેના રાષ્ટ્રપતિના કારણે આજે દુનિયા ભડકે બળી રહી છે. સોમવારથી શુક્રવાર સાંજે સાત વાગ્યે તમે જોતા રહો એડિટર્સ વ્યૂ. આવતીકાલે ફરી મળીશું, નમસ્કાર. (રિસર્ચઃ સમીર પરમાર | Samir Parmar)
રિયાધના આકાશમાં મોતનું તાંડવ:હૂથી બળવાખોરો સામે સાઉદી ઘૂંટણીયે, યુવરાજની સંતાકૂકડી, પાકિસ્તાનની ગદ્દારી ને ભારત માટે રેડ એલર્ટ
📅 Published: October 21, 2026 |
📂 Category: International
