એસ્સાર પોર્ટ્સ લિમિટેડને પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ (PPP) મોડ હેઠળ બિલ્ડ, ઓપરેટ અને ટ્રાન્સફર (BOT) આધારે કંડલા, ગુજરાત ખાતેના તુણા ટેકરા ખાતે મલ્ટીપર્પઝ કાર્ગો ટર્મિનલના વિકાસ માટે દીનદયાલ પોર્ટ ઓથોરિટી (DPA) તરફથી લેટર ઓફ એવોર્ડ (LOA) પ્રાપ્ત થયો છે. વૈશ્વિક સ્પર્ધાત્મક બોલી પ્રક્રિયા (global competitive bidding) દ્વારા એસ્સાર પોર્ટ્સ સર્વોચ્ચ બિડર તરીકે ઉભરી આવ્યું છે.
અંદાજિત પ્રોજેક્ટ ખર્ચ ₹2,276.06 કરોડ
એસ્સાર પોર્ટ્સ દ્વારા ₹1,552.57 કરોડથી વધુ અને DPA દ્વારા ₹723.49 કરોડના રોકાણ સાથે કુલ અંદાજિત પ્રોજેક્ટ ખર્ચ ₹2,276.06 કરોડનો થાય છે, આ પ્રોજેક્ટ એસ્સાર ગ્રુપના પોર્ટફોલિયોને વિસ્તૃત કરવા અને ભારતના પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રમાં તેની હાજરીને મજબૂત કરવાની વ્યૂહરચનામાં એક મહત્વપૂર્ણ પગલું છે. ભારતના પશ્ચિમ કિનારે વ્યૂહાત્મક રીતે સ્થિત, પ્રસ્તાવિત ટર્મિનલ દેશના દરિયાઈ માળખાકીય સુવિધાઓને મજબૂત કરવા, કાર્ગો હેન્ડલિંગ ક્ષમતા વધારવા અને વેપાર વૃદ્ધિને સુગમ બનાવવા તરફ નોંધપાત્ર પગલું છે.
પાંચ દાયકાથી વધુનો ઉદ્યોગસાહસિક અનુભવ
એસ્સાર ગ્રૂપ ઉર્જા, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેટલ્સ અને માઇનિંગ, ટેકનોલોજી અને રિટેલ ક્ષેત્રોમાં વિશ્વસ્તરીય રોકાણ, નિર્માણ અને સંચાલન કરવાનો પાંચ દાયકાથી વધુનો ઉદ્યોગસાહસિક અનુભવ ધરાવતો વૈશ્વિક સમૂહ છે. એસ્સારના વર્તમાન પોર્ટ્સ પોર્ટફોલિયોમાં ગુજરાત, ઇન્ડોનેશિયા અને યુનાઇટેડ કિંગડમમાં આશરે 60 MTPAની કામગીરી ક્ષમતાનો સમાવેશ થાય છે. એસ્સાર ગ્રૂપ ભારતમાં અને આંતરરાષ્ટ્રીય બજારોમાં એસ્સાર પોર્ટ્સ દ્વારા તેના પોર્ટ બિઝનેસનો વિસ્તાર કરી રહ્યું છે.
એસ્સાર પોર્ટ્સ માટે એકઅતિ મહત્વનો પ્રોજેક્ટ
આ અંગે વાત કરતા, એસ્સાર પોર્ટ્સના સીઇઓ શ્રી આશિષ રાજગરિયાએ જણાવ્યું હતું કે, “તુણા – ટેકરા પ્રોજેક્ટ એસ્સાર પોર્ટ્સ માટે એકઅતિ મહત્વનો પ્રોજેક્ટ છે, કારણ કે અમે અમારા પોર્ટ્સ બિઝનેસને પુનઃનિર્માણ અને વિસ્તૃત કરવાની નવી યાત્રા શરૂ કરી રહ્યા છીએ. આશરે ₹2,000 કરોડના રોકાણ સાથે, આ પ્રોજેક્ટ અમારા વિકાસના આગામી તબક્કા માટે પાયા તરીકે કામ કરશે. અમને ખાસ કરીને એવા પ્રોજેક્ટને આગળ ધપાવવા પર ગર્વ છે જેનો શિલાન્યાસ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા કરવામાં આવ્યો હતો. આ રોકાણ દ્વારા, અમે વિશ્વસ્તરીય દરિયાઈ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાની અને વડાપ્રધાનના ‘વિકસિત ભારત 2047’ના વિઝનમાં યોગદાન આપવાની અમારી પ્રતિબદ્ધતા પુનઃઉચ્ચારિત કરીએ છીએ.”
વૃદ્ધિની યાત્રાના એક મહત્વપૂર્ણ તબક્કામાં પ્રવેશ
એસ્સાર ગ્રૂપના ઓપરેટિંગ પાર્ટનર-ઇન્ફ્રાસ્ટ્રક્ચર, શ્રી વી. શ્રીનિવાસને જણાવ્યું હતું કે: “એસ્સાર પોર્ટ્સ તેની વૃદ્ધિની યાત્રાના એક મહત્વપૂર્ણ તબક્કામાં પ્રવેશ કરી રહ્યું છે, જે તેના પોર્ટફોલિયોને વિસ્તૃત કરવા, તેની કામગીરીની ક્ષમતાઓને મજબૂત કરવા અને લાંબા ગાળાના મૂલ્યનું સર્જન કરવા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. અમારી વ્યૂહરચના ભારતની વધતી જતી વેપાર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર જરૂરિયાતોને ટેકો આપતી તકો થકી પોર્ટ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં અમારી સ્થાપિત કુશળતાને આગળ વધારવાની છે. અમે શિસ્તબદ્ધ રોકાણો, કાર્યકારી શ્રેષ્ઠતા અને અમારા શેરધારકો સહિત તમામ હિતધારકો માટે કાયમી મૂલ્ય પ્રદાન કરતા વધુ મજબૂત, ભવિષ્ય માટે સજ્જ બિઝનેસ બનાવવા માટે પ્રતિબદ્ધ છીએ.”
વાર્ષિક કાર્ગો-હેન્ડલિંગ ક્ષમતા 18.33 મિલિયન ટન
પ્રસ્તાવિત ટર્મિનલની વાર્ષિક કાર્ગો-હેન્ડલિંગ ક્ષમતા 18.33 મિલિયન ટન હશે અને તેમાં ચાર બર્થનો સમાવેશ થશે, જેમાં દરેક બર્થ 300 મીટરની હશે, જે કુલ 1,200 મીટરની બર્થ લંબાઈ હશે. આ સુવિધા 18 મીટર સુધીની ડ્રાફ્ટ ક્ષમતા સાથે 170,000 ડેડવેઇટ ટન (DWT) સુધીના કેપ-સાઇઝના જહાજોને સમાવવા માટે ડિઝાઇન કરવામાં આવી છે. પ્રોજેક્ટના ભાગરૂપે, DPA કોમન-યુઝર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પૂરું પાડશે, જેમાં એક્સેસ ચેનલ, બર્થ પોકેટ્સ અને ટર્નિંગ સર્કલના ડ્રેજિંગ સાથે એક કોમન એપ્રોચ રોડનો સમાવેશ થાય છે. ટર્મિનલનો વિકાસ અને સંચાલન લાગુ પર્યાવરણીય જરૂરિયાતો અને ગ્રીન પોર્ટ પોલિસી અનુસાર કરવામાં આવશે.
વર્તમાન ડ્રાય-કાર્ગો બર્થ પરનું દબાણ હળવું થશે
વધારાના કાર્ગો-હેન્ડલિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચરના આ વિકાસ દ્વારા વર્તમાન ડ્રાય-કાર્ગો બર્થ પરનું દબાણ હળવું થવાની, કાર્યક્ષમતામાં સુધારો થવાની અને મલ્ટીમોડલ કનેક્ટિવિટી મજબૂત થવાની ધારણા છે. મોટા જહાજોના ઉપયોગથી વધુ કાર્યક્ષમ શિપિંગને ટેકો મળશે અને લોજિસ્ટિક્સ સ્પર્ધાત્મકતામાં સુધારો થશે.
એસ્સાર પોર્ટ્સ લિમિટેડ વિશે
એસ્સાર પોર્ટ્સ લિમિટેડ ભારતના અગ્રણી ખાનગી ક્ષેત્રના પોર્ટ ડેવલપર્સ અને ઓપરેટર્સમાંથી એક છે, જે વિશ્વસ્તરીય પોર્ટ અને લોજિસ્ટિક્સ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકસાવવા અને સંચાલિત કરવાનો ત્રણ દાયકાથી વધુનો અનુભવ ધરાવે છે. એસ્સાર ગ્રૂપનો એક ભાગ હોવાને નાતે, કંપનીએ ભારતમાં બંદર-આધારિત ઔદ્યોગિક વિકાસને આગળ વધારવામાં નોંધપાત્ર ભૂમિકા ભજવી છે. એસ્સાર પોર્ટ્સે સમગ્ર ભારતમાં 168 MMTPAની પોર્ટ ક્ષમતા વિકસાવી અને તેનું સંચાલન કર્યું છે. કંપનીએ ભવિષ્યના વિકાસ માટે મજબૂત ઓપરેશનલ પદચિહ્ન અને પ્લેટફોર્મ જાળવી રાખીને વ્યૂહાત્મક વ્યવહારો દ્વારા 148 MMTPA ક્ષમતાનું સફળતાપૂર્વક મુદ્રીકરણ (monetisation) કર્યું છે. એસ્સારનો પોર્ટ્સ હાલનો પોર્ટફોલિયો ભારત, ઇન્ડોનેશિયા અને યુકેમાં 60 MMTPA ની સંચાલન ક્ષમતા ધરાવે છે.
એસ્સાર ગ્રૂપ વિશે
એસ્સાર વિશ્વસ્તરીય અસ્કયામતોના પોર્ટફોલિયો સાથે ઇકોસિસ્ટમ્સનું એક વૈશ્વિક સમૂહ છે. પાંચ દાયકાથી વધુના ઉદ્યોગસાહસિક અનુભવ સાથે, ગ્રૂપે વૈશ્વિક બજારોમાં 30 બિલિયન યુએસ ડોલરથી વધુના રોકાણોનું અમલીકરણ કરીને વ્યવસાયોનું નિર્માણ અને વિસ્તરણ કર્યું છે. એસ્સાર ગ્રૂપ એનર્જી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર, મેટલ્સ અને માઇનિંગ, અને ટેકનોલોજી અને રિટેલ ક્ષેત્રોમાં કાર્યરત છે, જે વાર્ષિક આશરે 15 બિલિયન યુએસ ડોલરની આવક ઉત્પન્ન કરે છે અને વિશ્વભરમાં 7,000 થી વધુ લોકોને રોજગારી આપે છે. એસ્સાર હવે તેના વિકાસના આગામી તબક્કા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યું છે. ગ્રૂપ ભવિષ્ય માટે સજ્જ ઇકોસિસ્ટમ્સ બનાવવા માટે ફ્યુચર ફ્યુઅલ, સ્માર્ટ મોબિલિટી અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં નવા પ્લેટફોર્મ્સમાં રોકાણ કરવાની સાથે તેના વર્તમાન પોર્ટફોલિયોનું પરિવર્તન અને આધુનિકીકરણ કરી રહ્યું છે. આમાં હાઇડ્રોજન, બાયોફ્યુઅલ, રિન્યુએબલ્સ, LNG અને EV મોબિલિટી સોલ્યુશન્સ અને મોટા પાયાના ડેટા સેન્ટર ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણનો સમાવેશ થાય છે.નવીનતા, સુશાસન અને શિસ્તબદ્ધ કેપિટલ એલોકેશન પર ફોકસ સાથે, એસ્સાર વૈશ્વિક અર્થતંત્ર માટે મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં વૈશ્વિક સ્તરે સ્પર્ધાત્મક વ્યવસાયોનું નિર્માણ કરી રહ્યું છે. ગ્રૂપની વ્યૂહરચના ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને મુખ્ય ઉદ્યોગોમાં તેની પરંપરાગત શક્તિઓને ડિજિટલ ઇકોનોમીમાંથી ઉદ્ભવતી નવી તકો સાથે જોડે છે. એસ્સાર તેની કામગીરી આસપાસના સમુદાયો માટે પણ કટિબદ્ધતા ધરાવે છે. એસ્સાર ફાઉન્ડેશન દ્વારા, ગ્રૂપ સમગ્ર ભારતમાં આરોગ્ય, શિક્ષણ, આજીવિકા સર્જન, મહિલા સશક્તિકરણ, રમતગમત, પર્યાવરણીય સંભાળ અને સ્થાનિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ ક્ષેત્રે પહેલોને ટેકો આપે છે.
આ પણ વાંચો : Dussehra Explainer: ફાફડા જલેબી આરોગી લીધા ? તો હવે વાંચો કે તમારા ચટકારાનો આખો ફંડા શું છે..
