ઈમારતો ધરાશાયી થવાથી લઈને આગ અને મેનહોલની દુર્ઘટના:મુંબઈમાં આપાત્કાલીન દુર્ઘટનાઓમાં સાડા છ વર્ષના સમયગાળામાં 720નાં મોત નીપજ્યાં!

📅 Published: October 22, 2026 | 📂 Category: gujarati-news

દેશની આર્થિક રાજધાની મુંબઈમાં વિવિધ આપત્કાલીન દુર્ઘટનાઓમાં મોટા પાયે જાનમાલનું નુકસાન થઈ રહ્યું હોવાની ચોંકાવનારી વિગતો સામે આવી છે. વર્ષ 2020થી સપ્ટેમ્બર 2026 સુધીના લગભગ સાડા છ વર્ષના સમયગાળામાં શહેરમાં વિવિધ પ્રકારની આવી દુર્ઘટનાઓમાં 720 નાગરિકોનાં મોત થયાં છે, જ્યારે 2,408 લોકો ઘાયલ થયા છે. માહિતી અધિકાર અધિનિયમ, 2005 હેઠળ આરટીઆઈ કાર્યકર્તા શકીલ અહેમદ શેખ દ્વારા મેળવવામાં આવેલી માહિતીમાં આ આંકડા સામે આવ્યા છે. મુંબઈ મહાપાલિકા (બીએમસી)ના ઇમરજન્સી મેનેજમેન્ટ વિભાગ પાસેથી વર્ષ 2020થી 2026 દરમિયાન બનેલા કટોકટી અકસ્માતો, તેમાં થયેલાં મૃત્યુ અને ઘાયલોની સંખ્યા અંગે વિગતો માગવામાં આવી હતી. વિભાગના જાહેર માહિતી અધિકારી તથા સહાયક ઇજનેર સુનિલ જાધવે આરટીઆઈ હેઠળ આ માહિતી પૂરી પાડી હતી. માહિતી મુજબ આ દુર્ઘટનાઓમાં થયેલી જાનહાનિ અને ઇજાઓની વિગતો નીચે મુજબ છે. વૃક્ષો અને ડાળીઓ પડવાથી 22નાં મોત, 306 ઘાયલ, ભૂસ્ખલનને કારણે 39નાં મોત, 33 ઘાયલ, ઘર, દિવાલ અને ઇમારતોના ભાગો ધરાશાયી થવાથી 179નાં મોત, 864 ઘાયલ, આગ અને શોર્ટ સર્કિટની ઘટનાઓમાં 168નાં મોત, 1,048 ઘાયલ, દરિયા અથવા કૂવા સહિતના જળસ્ત્રોતોમાં પડવાથી 195નાં મોત, 44 ઘાયલ, મેનહોલ અથવા ગટરમાં પડવાથી 56નાં મોત, 77 ઘાયલ અને વીજ કરંટ લાગવાથી 40નાં મોત, 57 ઘાયલના આ આંકડાઓ દર્શાવે છે કે ઇમારતોના ભાગો ધરાશાયી થવા અને આગની ઘટનાઓમાં મૃત્યુ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. બીજી તરફ, પાણીમાં પડી જવાથી થયેલાં મૃત્યુની સંખ્યા પણ ચિંતાજનક છે. જાહેર સલામતી અત્યંત મહત્ત્વપૂર્ણ
મુંબઈ જેવા ગીચ વસ્તી ધરાવતા મહાનગરમાં જાહેર સલામતી અત્યંત મહત્ત્વનો મુદ્દો છે. સાડા છ વર્ષમાં 720 નાગરિકોનાં મોત અને 2,408 લોકો ઘાયલ થયાના આંકડા સામે આવ્યા બાદ અકસ્માતો અટકાવવા માટે તંત્ર દ્વારા કેવાં પગલાં લેવામાં આવી રહ્યાં છે, તે અંગે પારદર્શિતા જરૂરી બની છે. ઘાયલના આ આંકડાઓ દર્શાવે છે કે ઇમારતોના ભાગો ધરાશાયી થવા અને આગની ઘટનાઓમાં મૃત્યુ ઉપરાંત મોટી સંખ્યામાં લોકો ઘાયલ થયા છે. બીજી તરફ, પાણીમાં પડી જવાથી થયેલાં મૃત્યુની સંખ્યા પણ ચિંતાજનક છે. મેનહોલ, ગટર અને જળસ્ત્રોતો જોખમી
શકીલ અહેમદ શેખના જણાવ્યા અનુસાર, દરિયા, નાળા, નદી, કૂવા, ખાણ અને મેનહોલ સહિતનાં સ્થળોએ પડી જવાથી કુલ 328 નાગરિકોનાં મોત થયાં છે. મૃતકોમાં 237 પુરુષો અને 91 મહિલાઓનો સમાવેશ થાય છે. શેખે મહાપાલિકાના કમિશનર અને ચીફ ફાયર ઓફિસરને પત્ર પાઠવી કટોકટી અકસ્માતો અટકાવવા માટે વિશેષ પગલાં ભરવાની માગણી કરી છે. તેમણે જોખમી સ્થળોનું નિયમિત નિરીક્ષણ, ખુલ્લા મેનહોલ અને ગટર પર સુરક્ષાનાં પગલાં, ઇમારતોની સલામતીની ચકાસણી તથા કટોકટી સમયે ઝડપી પ્રતિસાદ આપી શકાય તેવી વ્યવસ્થાને મજબૂત બનાવવાની જરૂરિયાત પર ભાર મૂક્યો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *