દોઢ કરોડના દારૂ કેસનો ફરાર આરોપી ઝડપાયો:સુરેન્દ્રનગરના બજાણામાં SMCએ પકડેલા દારૂના ગુનામાં 9 મહિનાથી નાસતો ફરતો હતો

📅 Published: October 22, 2026 | 📂 Category: gujarati-news

રાજકોટ રેન્જ ટીમે સુરેન્દ્રનગર જિલ્લાના બજાણા પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી પકડાયેલા દોઢ કરોડ રૂપિયાના ઇંગ્લીશ દારૂના ગુનામાં ફરાર આરોપીને ઝડપી પાડ્યો છે. આરોપી છેલ્લા નવ મહિનાથી નાસતો ફરતો હતો. આરોપીનું નામ આકીબખાન એલમખાન જતમલેક છે, જે સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના પીપળી ગામનો રહેવાસી છે. તેને દશાડાની ગોપાલ હોટલ પાસેથી પકડવામાં આવ્યો હતો. નાયબ પોલીસ મહાનિરીક્ષક નિર્લિપ્ત રાયની સૂચના અને પીઆઈ અપૂર્વ પટેલના માર્ગદર્શન હેઠળ આ કાર્યવાહી થઈ. SMC દ્વારા બજાણા પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કરાયો હતો. પકડાયેલા આરોપીને દશાડા પોલીસ સ્ટેશનને સોંપી દેવાયો છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *