થારની માલિકી મામલે મામા-ભાણિયા વચ્ચે મારામારી:રસ્તા વચ્ચે ભાણિયો ગાડી પર ચઢી ગયો, મામાને માર માર્યાંનો આક્ષેપ, ભાણિયા સહિત ત્રણની ધરપકડ

📅 Published: October 22, 2026 | 📂 Category: gujarati-news

શહેરના ગુરુકુળ રોડ પર રાતના સમયે મામા અને ભાણિયા વચ્ચે મારામારી થઈ હતી. થાર ગાડીની માલિકી માટે બંને સામસામે આવી ગયા હતા. આ મારામારી દરમિયાન ભાણિયો શર્ટના બટન ખુલ્લા રાખીને થાર પર ચઢી ગયો હતો, જેનો વીડિયો વાયરલ થયો છે. મારામારી મામલે મામાએ ભાણિયા વિરુદ્ધમાં વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મામાએ ભાણિયાના નામે ગાડી લીધી, હપ્તા પોતે ભરે છે
ન્યૂ રાણીપમાં રહેતા જીગર પુરોહિતે ફરિયાદ નોંધાવી છે કે, ભાણિયા ચંદ્રપ્રકાશસિંહ પુરોહિતના નામે થાર ગાડી ખરીદી હતી. જેના હપ્તા પણ જીગર ભરે છે. 21 ઓક્ટોબરે રાતના સમયે જીગર તેની પત્ની અને મિત્ર સાથે ગુરુકુળ ત્રણ રસ્તા પાસે વડાપાવ ખાતો હતો. ત્યારે ચંદ્રપ્રકાશ પુરોહિત, નારાયણસિંહ પુરોહિત અને મિલન શાહ ત્યાં આવ્યા હતા. ગાડીની માલિકી બાબતે ચંદ્રપ્રકાશે જીગર સાથે ઝગડો કર્યો હતો, જે બાદ બંને વચ્ચે મારામારી થઈ હતી. ગાડીની માલિકી મુદ્દે બબાલ કરી ભાણિયાએ મામાને માર માર્યો
ચંદ્રપ્રકાશ, નારાયણ અને મિલને ભેગા મળીને જીગર અને તેના મિત્રને માર માર્યો હતો. ગાળો આપીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ દરમિયાન ચંદ્રપ્રકાશ થાર ગાડી પર પણ ચઢી ગયો હતો. જે સમગ્ર ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. બનાવની જાણ થતા વસ્ત્રાપુર પોલીસ સ્થળ પર પહોંચી હતી અને પોલીસે ફરિયાદના આધારે ત્રણેય આરોપીની ધરપકડ કરી હતી.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *