IND vs NZ 1st T20i live: ટિમ સેફર્ટ 24 રન બનાવીને આઉટ, મયંક યાદવે અપાવી ભારતને પ્રથમ સફળતા

📅 Published: October 22, 2026 | 📂 Category: cricket

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચેની પાંચ મેચોની T20 શ્રેણીની પ્રથમ મેચ આજે રમાઈ રહી છે. આ મેચ ક્રાઈસ્ટચર્ચના હેગલી ઓવલ ખાતે યોજાઈ રહી છે. શ્રેયસ અય્યરે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ન્યુઝીલેન્ડની ટીમ પ્રથમ બેટિંગ કરી રહી છે. ન્યૂઝીલેન્ડના છેલ્લા બે પ્રવાસો દરમિયાન ભારતીય ટીમનો રેકોર્ડ શાનદાર રહ્યો છે; ત્યાં રમાયેલી અગાઉની બંને T20 શ્રેણીમાં ભારતે જીત મેળવી હતી. હવે ભારત સતત ત્રીજી T20 શ્રેણી જીતવાના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતરશે, જ્યારે ન્યૂઝીલેન્ડ આ રેકોર્ડને બગાડવાનો પ્રયાસ કરશે.

ભારતની પ્લેઇંગ-11

સંજુ સેમસન, અભિષેક શર્મા, ઈશાન કિશન, શ્રેયસ અય્યર (કેપ્ટન), તિલક વર્મા, નિતિશ કુમાર રેડ્ડી, નમન ધિર, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, અર્શદીપ સિંહ અને મયંક યાદવ. 

ન્યૂઝીલેન્ડની પ્લેઇંગ-11

ફિન એલન, ટિમ સેફર્ટ, ડેરિલ મિચેલ, ગ્લેન ફિલિપ્સ, બેવન જેકોબ્સ, માઇકલ બ્રેસવેલ, મિચેલ સેન્ટનર (કેપ્ટન), નાથન સ્મિથ, એડમ મિલ્ને, મેટ હેનરી અને લોકી ફર્ગ્યુસન.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *