ખડકી દૂધ મંડળીમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના આક્ષેપો:વજન કાંટામાં છેડછાડ કરી દૂધ ચોરી અને સરકારી સહાયની ડેરી લોનમાં ₹3,000 ઉઘરાવવાનો આક્ષેપ

📅 Published: October 22, 2026 | 📂 Category: gujarati-news

ધરમપુર તાલુકાના ગુંદીયા ગામની ખડકી દૂધ મંડળીમાં ગેરરીતિ અને ભ્રષ્ટાચારના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. મંડળીના સભાસદોએ વજન કાંટામાં છેડછાડ કરીને દૂધ ચોરી કરવાનો અને સરકારી સહાયમાં ભ્રષ્ટાચાર આચરવાનો પર્દાફાશ કર્યો છે. કલ્પેશ પટેલ અને રોહીદાસ માહલાની આગેવાનીમાં મોટી સંખ્યામાં સભાસદોએ પ્રાંત અધિકારીને લેખિત રજૂઆત કરી ન્યાયની માંગ કરી છે. વજન કાંટામાં છેડછાડ અને ચોરી
સભાસદોના જણાવ્યા અનુસાર, મંડળીના સંચાલકો વજન કાંટામાં સેટિંગ કરીને પ્રતિ સભાસદ રોજ 1 થી 2 લિટર દૂધની ચોરી કરતા હતા. સભાસદોએ અન્ય ડેરીમાં દૂધ મપાવતાં આ તફાવત ખુલ્લો પડ્યો હતો. રોજબરોજ થતી આ દૂધ ચોરીના કારણે પશુપાલકો અને સભાસદોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ગેરકાયદે નાણાં ઉઘરાવ્યાનો આરોપ
સરકારી સહાયમાંથી ડેરી લોન આપતી વખતે પણ પ્રમુખ અને મંત્રીએ મોટો ભ્રષ્ટાચાર આચર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. મંડળીના 182 જેટલા લાભાર્થી સભાસદો પાસેથી લોકફાળાના નામે ગેરકાયદેસર રીતે ₹3,000 ઉઘરાવવામાં આવ્યા હતા. પશુપાલકો પાસેથી ઉઘરાવવામાં આવેલા આ નાણાં અંગે સભાસદોમાં ભારે અસંતોષ વ્યાપી ગયો છે. ધમકીઓ અને આંદોલનની ચીમકી
મંડળીના પ્રમુખે 25/06/2025 ના રોજ રાજીનામું આપવાની જાહેરાત કરી હોવા છતાં વહીવટ યથાવત ચાલુ રહ્યો છે. આ ગેરરીતિ અંગે પ્રશ્ન પૂછતાં મંત્રી અને તેના ભાઈએ સભાસદોને ધમકીઓ આપી હતી. સભાસદોએ ચીમકી આપી છે કે જો આ મામલે તટસ્થ તપાસ હાથ ધરી યોગ્ય કાર્યવાહી નહીં કરાય તો આગામી દિવસોમાં પ્રાંત કચેરીનો ઘેરાવ કરવામાં આવશે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *