Gandhinagar News: રાજ્ય સરકારે મંત્રીઓની અધ્યક્ષતામાં રચાયેલી સ્થાયી પરામર્શ સમિતિઓમાં નવા સભ્યોની નિમણૂક કરી

📅 Published: October 22, 2026 | 📂 Category: gujarati-news

ગુજરાત સરકારના વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગ દ્વારા રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને મંત્રીઓની અધ્યક્ષતામાં રચાયેલી સ્થાયી પરામર્શ સમિતિઓમાં આમંત્રિત સભ્યો તરીકે નવા સંસદ સભ્યોની નિમણૂંક કરવામાં આવી છે.રાજ્યમાં નીતિના અમલીકરણ અને વહીવટી કાર્યક્ષમતા વધારવા માટે રચાયેલી 13 સ્થાયી પરામર્શ સમિતિઓમાં નવા ફેરફારો કરવામાં આવ્યા છે. 

વહીવટી કામગીરીને વધુ ગતિશીલ બનાવવાનો નિર્ણય

રાજ્ય સરકાર દ્વારા વહીવટી કામગીરીને વધુ ગતિશીલ બનાવવાનો નિર્ણય લેવાયો છે.સરકારી નીતિઓના સફળ અમલીકરણ માટે કુલ 13 સ્થાયી પરામર્શ સમિતિઓ કાર્યરત છે.આ સમિતિઓ પૈકી સમિતિ ક્રમાંક 1 મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં રચાયેલી છે.મુખ્યમંત્રીની આ સમિતિમાં બે મહત્વપૂર્ણ ફેરફારો કરવામાં આવ્યા છે.તેમાં અગાઉ સભ્ય રહેલા પૂર્વ રાજ્યસભાના સાંસદ નરહરિ અમીનના સ્થાને સાંસદ જીતેન્દ્ર કણઝારીયાની નિમણૂક કરાઈ છે.જીતેન્દ્ર કણઝારીયા હવે આ સમિતિમાં આમંત્રિત સંસદ સભ્ય તરીકે સેવા આપશે.આ જ સમિતિમાં કોંગ્રેસના પૂર્વ રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલના સ્થાને સાંસદ રાજેશ શુક્લનો સમાવેશ કરાયો છે.રાજેશ શુક્લની પણ આમંત્રિત સભ્ય તરીકે નવી વરણી કરવામાં આવી છે.

મંત્રીઓની અધ્યક્ષતાવાળી સમિતિઓ

આ ઉપરાંત અન્ય મંત્રીઓની અધ્યક્ષતાવાળી સમિતિઓમાં પણ નવા સંસદ સભ્યો મુકાયા છે.મંત્રી અર્જુન મોઢવાડિયાની અધ્યક્ષતા ધરાવતી સમિતિ ક્રમાંક 8માં ફેરફાર કરાયો છે.આ સમિતિમાં અગાઉ સામેલ રમીલાબેન બારાના સ્થાને મુકેશ રાઠવાની નિમણૂક થઈ છે.મુકેશ રાઠવાનો હવે આ સમિતિમાં આમંત્રિત સભ્ય તરીકે સમાવેશ રહેશે.તેવી જ રીતે મંત્રી રમણ સોલંકીની અધ્યક્ષતાવાળી સમિતિ ક્રમાંક 10માં પણ બદલાવ થયો છે.આ સમિતિમાં રામ મોકરીયાના સ્થાને માનસિંહ પરમારની પસંદગી કરવામાં આવી છે. માનસિંહ પરમાર હવે આ સમિતિમાં આમંત્રિત સભ્ય તરીકે કામગીરી સંભાળશે. વૈધાનિક અને સંસદીય બાબતોના વિભાગ દ્વારા વહીવટી કાર્યક્ષમતા વધારવા આ સુધારા કરાયા છે.

આ પણ વાંચોઃ Gujarat Weather Forecast : ઓક્ટોબરમાં પણ અસહ્ય ઉનાળા જેવી ગરમીનો અહેસાસ, રાજકોટમાં મહત્તમ તાપમાને તોડ્યા તમામ રેકોર્ડ્સ


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *