Sabarkanthaમાં સ્ટેટ મોનિટરિંગ સેલની મોટી સર્જિકલ સ્ટ્રાઈક, હિંમતનગર નજીકથી 7.70 લાખનો વિદેશી દારૂ પકડાયો

📅 Published: October 22, 2026 | 📂 Category: Crime

ગુજરાતમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે સાબરકાંઠા જિલ્લામાંથી દારૂની તસ્કરીનો વધુ એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ની ટીમે ચોક્કસ અને ગુપ્ત બાતમીના આધારે હિંમતનગર નજીક આવેલા સુરજપુરા સ્ટેશન પાસે વોચ ગોઠવીને વિદેશી દારૂથી ભરેલી એક કારને આંતરી લીધી હતી. બુટલેગરો દ્વારા પોલીસની નજર ચૂકવીને ગુજરાતમાં દારૂ ઘૂસાડવાનો કારસો રચવામાં આવ્યો હતો, પરંતુ SMC ની સતર્કતાથી આ આખો પ્લાન નિષ્ફળ ગયો છે.

રૂપિયા 7.70 લાખનો વિદેશી દારૂ જપ્ત

પોલીસના સત્તાવાર સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, આ કાર ભિલોડા તરફથી આવી રહી હતી. કારની તલાશી લેતાં તેમાંથી રૂપિયા 7.70 લાખની મસમોટી કિંમતનો વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. SMC ની ટીમે મુદામાલ સાથે કારચાલક સહિત બે આરોપીઓની સ્થળ પરથી જ અટકાયત કરી લીધી હતી. પ્રાથમિક તપાસમાં ખુલાસો થયો છે કે આ દારૂનો જથ્થો રાણી બોર્ડરથી ક્રોસ કરાવીને પ્રાંતિજ તરફ લઈ જવામાં આવી રહ્યો હતો.

ગાંભોઈ પોલીસે છ આરોપીઓ સામે નોંધ્યો ગુનો

પકડાયેલા આરોપીઓની સઘન પૂછપરછ દરમિયાન ચોંકાવનારી વિગતો સામે આવી છે કે, આ દારૂનો જથ્થો પ્રાંતિજના બે સ્થાનિક બુટલેગરો દ્વારા ખાસ ઓર્ડર આપીને મંગાવવામાં આવ્યો હતો. આ સમગ્ર મામલે SMC ની કાર્યવાહી બાદ ગાંભોઈ પોલીસ સ્ટેશનમાં દારૂ મંગાવનાર, હેરાફેરી કરનાર અને સપ્લાય કરનાર સહિત એકંદર છ આરોપીઓ સામે પ્રોહિબિશન એક્ટ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. ગાંભોઈ પોલીસે હવે ફરાર બુટલેગરોને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવીને આગળની તપાસ તેજ કરી છે.

આ પણ વાંચો : Suratની મહેશ્વરી વિદ્યાપીઠમાં વાલીઓનો ભયંકર હલ્લાબોલ, હજારોની સંખ્યામાં વાલીઓ ઉમટી પડતા સર્જાયો હોબાળો!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *