બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના માંડવધાર ગામે ગઢડા પોલીસે લોક દરબાર યોજ્યો હતો. આ દરબારમાં બોટાદના DYSP મહર્ષિ રાવલ, ગઢડાના PI કે.એન. ચોપરા, PSI હેરમા, PSI કંડોળીયા અને ગામના સરપંચ સહિત ગ્રામજનો હાજર રહ્યા હતા. લોક દરબાર દરમિયાન કાયદો-વ્યવસ્થા અને ટ્રાફિક જાગૃતિ પર ચર્ચા થઈ. ગ્રામજનોએ ગામમાં પોલીસ પેટ્રોલિંગ વધારવા અને સુરક્ષા માટે CCTV કેમેરા લગાવવા સહિતના પ્રશ્નો રજૂ કર્યા. ગ્રામજનોની રજૂઆતો સાંભળીને DYSP મહર્ષિ રાવલે સંબંધિત PIને સૂચનાઓ આપી. તેમણે પોલીસકર્મીઓને સમયસર હાજર રહેવા, CCTV કેમેરા લગાવવા કાર્યવાહી કરવા અને ટ્રાફિક જાગૃતિ ફેલાવવા કહ્યું. આ ઉપરાંત, નશાકારક પદાર્થોનું વેચાણ ન થાય તે માટે તકેદારી રાખવા પણ સૂચના અપાઈ. આ લોક દરબારનો હેતુ પોલીસ અને પ્રજા વચ્ચે સંવાદ સાધી સ્થાનિક પ્રશ્નો ઉકેલવાનો હતો.
ગઢડાના માંડવધારમાં ગ્રામજનોએ પોલીસ પેટ્રોલિંગ-CCTVની કરી માંગ:DYSP મહર્ષિ રાવલની હાજરીમાં લોક દરબાર યોજાયો, અધિકારીઓને સૂચના અપાઈ
📅 Published: October 22, 2026 |
📂 Category: gujarati-news
