Wadhwan : માં પશુ ચોરી કેસમાં ફરાર આરોપીને પોલીસે કચ્છથી પકડી પાડયો

📅 Published: October 22, 2026 | 📂 Category: gujarati-news

વઢવાણના નવા દરવાજા સામે રહેતા ફૈઝલભાઈ ઈકબાલભાઈ વડદરીયા પશુપાલનનો વ્યવસાય કરે છે. તા. 14-6-25 ના રોજ રાત્રે તેમના વરંડામાંથી ર પશુઓ ચોરાયા હતા. બીજી તરફ આ જ સમયે આજ વિસ્તારમાં રહેતા શારદાબેન રાજુભાઈ વૈષ્ણવના પણ ર પશુઓની ચોરી થઈ હતી. આ અંગે વઢવાણ પોલીસ મથકે રૂપીયા 47 હજારની કિંમતના 4 પશુઓની ચોરીની ફરિયાદ નોંધાઈ હતી. આ કેસમાં ફરાર આરોપી રૂડા પરમાર કચ્છમાં હોવાની બાતમી પેરોલ ફર્લો સ્કવોડના કપીલભાઈ સુમેરાને મળી હતી. જેમાં સ્ટાફના કિશોરભાઈ, રાકેશભાઈ સહિતનાઓએ કચ્છમાં ધામા નાંખી ફરાર આરોપી મુળ વાંકાનેરના અને હાલ કચ્છના રાપર તાલુકાના મોમાઈપરામાં રહેતા રૂડા ઉર્ફે વિજય ટપુભાઈ પરમારને કચ્છના આદેસરમાંથી ઝડપી લીધો છે. આ શખ્સને વઢવાણ પોલીસના હવાલે કરીને વધુ કાર્યવાહી હાથ ધરાઈ છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *