Surendranagar : પોલીસે પીછો કરતા ચાલક દારૂ ભરેલ કાર મૂકીને ફરાર

📅 Published: October 22, 2026 | 📂 Category: gujarati-news

દસાડા-બહુચરાજી હાઈવે પર દારૂ ભરેલ કારની બાતમી મળતા પોલીસે વોચ રાખી હતી. જેમાં ચાલકે કાર ભગાવતા પોલીસે પીછો કર્યો હતો. જયારે ચાલક વણોદ-આલમપુર રોડ પર દારૂ ભરેલ કાર મુકી ફરાર થઈ ગયો હતો. પોલીસે દારૂ, કાર, મોબાઈલ સહિત રૂપીયા 10 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી ચાલકની શોધખોળ આદરી છે.સુરેન્દ્રનગર એલસીબી પીઆઈ બી.એચ.શીંગરખીયાની સુચનાથી સ્ટાફના વિજયસિંહ પરમાર, સંજયભાઈ સહિતનાઓ દસાડા-બહુચરાજી હાઈવે પર આવેલ વાલેવડા ગામ પાસે વાહન ચેકિંગ કરી રહ્યા હતા. જેમાં બહુચરાજી તરફથી આવતી કીયા કાર શંકાસ્પદ લાગતા પોલીસે તેને અટકાવવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં કાર ચાલક કાર ભગાવી હતી. આથી પોલીસે પીછો કરતા વણોદથી આલમપર જવાના રસ્તે વળાંક પર ચાલક કાર મુકી ફરાર થઈ ગયો હતો. પોલીસે તપાસ કરતા કારમાંથી દારૂના 2784 ચપલા મળી આવ્યા હતા. આથી દારૂ, મોબાઈલ અને કાર સહિત રૂપીયા 10,01,784નો મુદ્દામાલ કબજે કરી દસાડા પોલીસ મથકે ફરિયાદ નોંધવામાં આવી છે. ફરાર કાર ચાલકને શોધવા વધુ તપાસ પીએસઆઈ ડી.કે.સોલંકી ચલાવી રહ્યા છે. જયારે લખતર પોલીસને પેટ્રોલીંગ દરમીયાન છારદનો સુનીલ સંતોષભાઈ સારોલા ભાસ્કરપરા ગામની કેનાલ પાસે વિદેશી દારૂ વેચતો હોવાની બાતમી મળતા રેડ કરાઈ હતી. જેમાં સુનીલ સારોલા વિદેશી દારૂના 41 ચપલા કિંમત રૂપીયા 4100 સાથે પકડાયો છે. બીજી તરફ જોરાવરનગર પોલીસે વઢવાણ તાલુકાના કટુડામાંથી 24 વર્ષીય પ્રતિપાલસિંહ સહદેવસિંહ ઝાલાને દારૂની ર બોટલ અને જયુપીટર સાથે રૂપીયા 32 હજારના મુદ્દામાલ સાથે ઝડપી પાડયો છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *