બોટાદ જિલ્લાના ગઢડામાં આવેલા સ્વામિનારાયણ સંપ્રદાયના ગોપીનાથજી મંદિરમાં 198મા પાટોત્સવની ઉજવણી કરાઈ. આ પ્રસંગે વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ભક્તો મંદિરે ઉમટી પડ્યા હતા. પાટોત્સવના અવસરે વડતાલ ગાદીના આચાર્ય રાકેશપ્રસાદજીએ ભગવાન ગોપીનાથજીનો પંચામૃતથી અભિષેક કર્યો. પવિત્ર નદીઓના જળ, દૂધ, દહીં, મધ સહિત પંચામૃતથી અભિષેક કરી આરતી ઉતારાઈ. ભગવાન સ્વામિનારાયણે પોતાના જીવનકાળ દરમિયાન ગઢડામાં આ મંદિર બનાવ્યું હતું. તેમણે સ્વયં ભગવાન ગોપીનાથજીની મૂર્તિની સ્થાપના કરી હતી. આ ઐતિહાસિક મંદિરને 198વર્ષ પૂરા થયા છે. ધાર્મિક કાર્યક્રમો સાથે વિકાસકાર્યો પણ થયા. આચાર્ય રાકેશપ્રસાદજીએ 300 રૂમના અક્ષર ભુવનનું ખાતમુહૂર્ત કર્યું. તેમના હસ્તે અક્ષર ઓરડીનું લોકાર્પણ પણ કરાયું.
ગઢડા ગોપીનાથજી મંદિરમાં 198મા પાટોત્સવની ઉજવણી:ભગવાનના અભિષેકના દર્શન કરવા ભક્તોનો ઘસારો, 300 રૂમના અક્ષર ભુવનનું ખાતમુહૂર્ત, અક્ષર ઓરડીનું લોકાર્પણ
📅 Published: October 23, 2026 |
📂 Category: gujarati-news
