Gandhinagar: સરકારી હોસ્પિટલોમાં દર્દીઓનો વિશ્વાસ વધારવા ગુજરાત સરકારનો નિર્ણય, રાજ્ય અને જિલ્લા કક્ષાએ રચાશે હાઈ-પાવર ક્વોલિટી કમિટી!

📅 Published: October 23, 2026 | 📂 Category: gujarati-news

રાજ્યની સરકારી હોસ્પિટલો, સામૂહિક આરોગ્ય કેન્દ્રો (CHC) અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો (PHC) માં મળતી સારવારની ગુણવત્તામાં ધરમૂળથી સુધારો કરવા તેમજ સામાન્ય નાગરિકોનો વિશ્વાસ પુનઃસ્થાપિત કરવા માટે ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા મહત્વપૂર્ણ નીતિગત નિર્ણય લેવામાં આવ્યો છે. રાજ્ય સરકારે સમગ્ર આરોગ્ય માળખા પર નજર રાખવા માટે રાજ્ય અને જિલ્લા બંને કક્ષાએ ‘ક્વોલિટી એશ્યોરન્સ કમિટી’ની નવેસરથી પુનર્ગઠન કર્યું છે. આ કમિટી હોસ્પિટલોમાં સુવિધાઓ, સારવારના ધોરણો અને તબીબી સ્ટાફની કામગીરીનું સતત મોનિટરિંગ કરશે.

રાજ્ય અને જિલ્લા કક્ષાએ બે-સ્તરીય મોનિટરિંગ માળખું

આરોગ્ય વિભાગના ઉચ્ચ સચિવની અધ્યક્ષતામાં કુલ 24 સભ્યોની રાજ્ય કક્ષાની હાઈ-લેવલ કમિટી ની રચના કરવામાં આવી છે. આ કમિટી સમગ્ર રાજ્યની હોસ્પિટલોના ગ્રાઉન્ડ રિપોર્ટ્સનું વિશ્લેષણ કરશે અને ગુણવત્તા સુધારણા માટે નીતિવિષયક નિર્ણયો લેશે. દરેક જિલ્લા સ્તરે સ્થાનિક કલેક્ટરના અધ્યક્ષસ્થાને 16 સભ્યોની જિલ્લા સમિતિ કાર્યરત થશે. આ સમિતિમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી (CDHO), સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ અને તબીબી નિષ્ણાતો સામેલ રહેશે, જેઓ સ્થાનિક હોસ્પિટલોની ઓચિંતી મુલાકાત લઈ ગુણવત્તા ચકાસશે.

પરિવાર નિયોજન કેસો માટે ખાસ સબ-કમિટી અને વળતરની સમીક્ષા

રાજ્યમાં પરિવાર નિયોજન ઓપરેશનો અને પ્રક્રિયાઓના સઘન નિરીક્ષણ માટે સમિતિ અંતર્ગત એક ખાસ ડેડિકેટેડ સબ-કમિટી ની રચના કરવામાં આવી છે.ઓપરેશન દરમિયાન કે તે પછી દર્દીના અણધાર્યા મૃત્યુ કે પ્રક્રિયાની નિષ્ફળતાના કિસ્સાઓમાં દર્દી કે તેમના પરિજનો દ્વારા કરવામાં આવતા સરકારી વળતરના દાવાઓની હવે ત્વરિત અને સમયબદ્ધ સમીક્ષા કરવામાં આવશે.પીડિત પરિવારોને સરકારી સહાય કે વીમા વળતર મેળવવામાં થતો વહીવટી વિલંબ અટકે તે સુનિશ્ચિત કરવા આ સબ-કમિટીને સીધી જવાબદારી સોંપવામાં આવી છે.

આ પણ વાંચો: Patan: HNGUના પરીક્ષા ખંડમાં ડિજિટલ ગેજેટ્સ સાથે ચોરીનો પર્દાફાશ! પહેલા જ દિવસે 23 વિદ્યાર્થીઓ સકંજામાં


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *