Surat News : માતાએ ભણવા બાબતે ટપકાર્યો તો પુત્ર ગાયબ! વરાછા પોલીસે કાઉન્સિલિંગ કરી હેમખેમ પરિવાર સાથે કરાવ્યું મિલન!

📅 Published: October 23, 2026 | 📂 Category: Surat

સુરત શહેરમાંથી એક સંવેદનશીલ ઘટના સામે આવી છે, જ્યાં અભ્યાસ અને ભણવા બાબતે માતા દ્વારા આપવામાં આવેલા સામાન્ય ઠપકાથી માઠું લગાવીને ધોરણ-8 માં અભ્યાસ કરતો એક કિશોર અચાનક ઘર છોડીને ચાલ્યો ગયો હતો. પરિવારના સભ્યો જ્યારે બાળકને ઘરે ન જોતા ચિંતામાં મુકાયા હતા અને આસપાસ તેમજ સગા-સંબંધીઓમાં તપાસ કરવા છતાં કોઈ ભાળ ન મળતાં પરિવારના પગ નીચેથી જમીન સરકી ગઈ હતી. આ મામલે તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવામાં આવ્યો હતો.

વરાછા પોલીસે સીસીટીવી અને લોકેશનથી શરૂ કરી તપાસ

ઘર છોડીને ચાલ્યો ગયેલો આ કિશોર રાત્રે પોતાના જ એક મિત્રના ઘરે જઈને રોકાયો હોવાનું તપાસમાં ખુલ્યું હતું. દરમિયાન પરિવારની ફરિયાદના આધારે હરકતમાં આવેલી વરાછા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા ત્વરિત ટેક્નિકલ સર્વેલન્સ, મોબાઈલ લોકેશન અને આસપાસના વિસ્તારોના CCTV ફૂટેજ ચકાસવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી. પોલીસની સઘન અને આધુનિક તપાસના લીધે કિશોરનું લોકેશન ટ્રેસ કરવામાં સફળતા મળી હતી.

કાઉન્સિલિંગ બાદ પરિવાર સાથે કરાવ્યું સુખદ મિલન

વરાછા પોલીસની સતર્કતા અને સમયસૂચકતાના કારણે ગણતરીના જ કલાકોમાં આ કિશોરને સુરક્ષિત રીતે શોધી કાઢવામાં આવ્યો હતો. પોલીસ દ્વારા બાળકને પાયલટિંગ કરી પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યો હતો અને બાળ મનોવિજ્ઞાનને ધ્યાનમાં રાખીને તેનું યોગ્ય કાઉન્સિલિંગ કરવામાં આવ્યું હતું. સમજાવટ બાદ કિશોરને તેના માતા-પિતાને સુપરત કરવામાં આવતા પરિવારે વરાછા પોલીસનો હૃદયપૂર્વક આભાર માન્યો હતો અને હાશકારો અનુભવ્યો હતો.

આ પણ વાંચો : Ahmedabad News : GU તંત્રનો ધાંધિયાશાહી કારભાર, રૂ. 8 લાખ વેડફ્યા છતાં કેમિસ્ટ્રી લેબ અધૂરી, વિદ્યાર્થીઓનું ભવિષ્ય રોળાયું!


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *