રાજકોટ શહેરમાં હવે બુટલેગરો પણ આધુનિકતા તરફ આગળ વધી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે કારણ કે બુટલેગરોએ હવે પાણીના પાઉચની જેમ દેશી દારૂના પાઉચ વેચવાનું શરૂ કર્યું છે. મવડી મેઈન રોડ ઉપરના મારૂતિનંદનનગરમાં આવેલા એક મકાનમાં પીસીબીએ દરોડો પાડી મશીનની મદદથી દેશી દારૂના પાઉચ પેક કરવાનું કારસ્તાન ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. રાજકોટના મવડી વિસ્તારમાં આવેલ મારુતિનગર વિસ્તારમાં આવેલ મકાનમાંથ. 19 વર્ષીય મહેન્દ્ર કુકડીયાને રાજકોટ શહેર PCB ટીમે ઝડપી પાડ્યો પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ સાથે દરોડા દરમિયાન મકાનમાંથી રૂ.45 હજારનો 225 લીટર દેશી દારૂ, દારૂના પાઉચ પેક કરવા માટેનું રૂ.1.50 લાખનું મશીન અને પ્લાસ્ટીકના 9 રોલ સહિતનો મુદ્દા માલ કબ્જો કર્યો હતો. અને આરોપી મહેન્દ્રની પૂછપરછ કરતા અન્ય આરોપી તરીકે યોગીરાજસિંહ ગોહિલનું નામ ખુલતા પોલીસે તેની શોધખોળ શરૂ કરી છે. મકાનમાં દરોડા વખતે જોઈ પીસીબીનો સ્ટાફ પણ ચોંકી ઉઠ્યો હતો. સામાન્ય રીતે બુટલેગરો દેશી દારૂ પ્લાસ્ટીકની પારદર્શક કોથળીઓમાં ભરી તેને ગાંઠ વાળી પ્યાસીઓને પકડાવી દેતા હોય છે પરંતુ આજના દરોડામાં આવા બુંગીયાને બદલે વ્યવસ્થિત રીતે પ્લાસ્ટીકની કોથળીમાં દેશી દારૂના પાઉચ મશીનમાં બનાવાતા હોવાનું સામે આવતા આરોપી કેટલા સમયથી આ કારસ્તાન ચલાવવામાં આવતું હતું તે સહિતના મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે.
બુટલેગરો પણ આધુનિકતા તરફ વળ્યા:રાજકોટમાં પાણીનાં પાઉચની જેમ દેશી દારૂના પાઉચ વેચવાનું કારસ્તાન પકડાયું, 225 લિટર દેશી દારૂ અને મશીન સહિત મુદ્દામાલ કબ્જે
📅 Published: October 23, 2026 |
📂 Category: gujarati-news
