Ahmedabad: ગુજરાતમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે અને ગરમી વધશે; બંગાળની ખાડીના લો પ્રેશરની પર અસર નહીં

📅 Published: October 23, 2026 | 📂 Category: Ahmedabad

ગુજરાતમાં ઋતુચક્ર બદલાતાંની સાથે જ તાપમાનમાં મોટો ઉતાર-ચઢાવ જોવા મળી રહ્યો છે. હવામાન વિભાગ (IMD) દ્વારા કરવામાં આવેલી તાજી આગાહી મુજબ, રાજ્યમાં આગામી દિવસોમાં ગરમીનું જોર વધવાની પૂરી શક્યતા છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર પંથકના રાજકોટ અને પોરબંદરમાં મહત્તમ તાપમાન ઊંચકાતાં ગરમીનો પારો ૩૯ ડિગ્રી સેલ્સિયસની આસપાસ પહોંચી ગયો છે. ઉત્તર અને ઉત્તર-પૂર્વ દિશામાંથી ફૂંકાઈ રહેલા સૂકા પવનોના કારણે વાતાવરણમાં ભેજનું પ્રમાણ ઘટ્યું છે, જેના પગલે આગામી સપ્તાહ દરમિયાન રાજ્યભરમાં વાતાવરણ સંપૂર્ણપણે સૂકું રહેશે.

રાજકોટ અને પોરબંદરમાં સૌથી વધુ ગરમી

હવામાન વિભાગના તાજા આંકડા અનુસારરાજ્યમાં હાલ દિવસ દરમિયાન કાળઝાળ તડકો અને રાત્રિના સમયે સામાન્ય ઠંડક એમ બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે.સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના પોરબંદર તેમજ રંગીલા રાજકોટ શહેરમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં ઊંચું નોંધાયું છે, જ્યાં પારો ૩૯ ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચતાં બપોરના સમયે લૂ જેવા ગરમ પવનોનો અહેસાસ થઈ રહ્યો છે.આગામી 2 થી 3 દિવસ દરમિયાન મહત્તમ તાપમાનમાં હજુ પણ સામાન્ય વધારો થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.

બંગાળની ખાડીમાં લો પ્રેશર સક્રિય

બંગાળની ખાડીમાં હાલ એક લો પ્રેશર (હવાનું હળવું દબાણ) સક્રિય થયું છે, જેના કારણે દક્ષિણ અને પૂર્વીય ભારતના રાજ્યોમાં વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલ સર્જાયો છે.જોકે, હવામાન વિભાગે સ્પષ્ટતા કરી છે કે આ લો પ્રેશર સિસ્ટમની ગુજરાત પર કોઈ સીધી કે આડકતરી અસર થવાની નથી.ગુજરાતમાં આગામી 7 દિવસ સુધી વરસાદની કોઈ જ સંભાવના નથી અને સમગ્ર રાજ્યમાં હવામાન સંપૂર્ણપણે સૂકું રહેશે.ઉત્તર-પૂર્વના ગરમ અને સૂકા પવનો સીધા ફૂંકાતા હોવાથી બપોરના ગાળામાં હજુ થોડા દિવસો સુધી આકરા તાપનો સામનો કરવો પડશે.

આ પણ વાંચો: Gandhinagar: ગુજરાત સરકારે લીધો ક્રાંતિકારી નિર્ણય; હોસ્પિટલોની ગુણવત્તા સુધારવા ઉતારી 24 સભ્યોની સુપર કમિટી


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *