ભાવનગરમાં પરષોત્તમ સોલંકીએ સમર્થકોને આપી જબાન, લીલાવતી હોસ્પિટલમાંથી સાજા થઈ પાછા ફરેલા રાજ્યમંત્રીની દિલખોલ વાત ગુજરાત સરકારના મંત્રી અને ભાજપના વરિષ્ઠ નેતા પરષોત્તમ સોલંકી તાજેતરમાં પોતાની તબિયતને લઈને ચાલી રહેલી અફવાઓ અને ચિંતાઓ વચ્ચે પ્રથમ વખત ભાવનગર ખાતે જાહેર મંચ પર આવ્યા હતા. પોતાના સમર્થકો અને જનતાને સંબોધતા તેમણે પોતાની સ્વાસ્થ્ય સ્થિતિ વિશે સ્પષ્ટતા કરી હતી અને કહ્યું હતું કે હું પહેલા જેવા જ મજબૂત છે. પોતાની બીમારી અને સારવાર વિશે વાત કરતા પરષોત્તમ સોલંકીએ જણાવ્યું હતું કે, છેલ્લા ત્રણ-ચાર મહિનાથી મારા ડાબા પગમાં ગંભીર તકલીફ ઊભી થઈ હતી. જેને કારણે પગની ટચલી આંગળી કાપવી પડી હતી. આ સારવાર દરમિયાન હું મુંબઈની લીલાવતી હોસ્પિટલમાં આશરે એક મહિનો દાખલ રહ્યો હતો., તેમણે ભાવનગર પાછા ફર્યા બાદ કાર્યકરો અને સમર્થકોનો આભાર માનતા કહ્યું કે, તમારા બધાના આશીર્વાદ અને શુભેચ્છાથી હું સહીસલામત ભાવનગર પાછો આવ્યો છું. આજે અહીં એકઠા થવાનો મુખ્ય હેતુ એ જ છે કે કોઈના મનમાં એવો વહેમ ન રહે કે પરષોત્તમભાઈ બીમાર કે નબળા પડ્યા છે પોતાના અંદાજમાં સમર્થકોમાં ઉત્સાહ ભરતા તેમણે ઉમેર્યું હતું કે, પરષોત્તમભાઈ જેમ હતા તેમ જ છે 30 વર્ષ પહેલાં જે પરષોત્તમ સોલંકી હતો, આજે પણ એ જ પરષોત્તમ સોલંકી તમારી સામે ઊભો છે. તેથી કોઈએ જરાય ચિંતા કરવાની જરૂર નથી. પોતાના વચન અને ઈરાદાઓ પર ભાર મૂકતા મંત્રીએ જણાવ્યું કે, આ પરષોત્તમ સોલંકીની તમને જબાન છે, જે કામ કરવાનું કહ્યું છે તે કરીશ જ, એમાં કોઈ શંકા ન રાખતા. કોઈ ગમે તે કહે તો ભૂલી જજો, કારણ કે સિંહ તો સિંહ જ રહે. બીજાના કહેવાથી કશું બદલાવાનું નથી. પરષોત્તમ સોલંકીના આ જુસ્સાદાર નિવેદનથી તેમના સમર્થકો અને કાર્યકરોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો અને તેમની પ્રતિક્રિયાએ તબિયત અંગે ચાલતી તમામ ચર્ચા-અફવાઓ પર પૂર્ણવિરામ મૂકી દીધું છે…
મંત્રી પુરુષોત્તમ સોલંકીનો હૂંકાર: "સિંહ સિંહ જ હોય:તબિયતની અફવાઓ વચ્ચે ભાવનગરમાં ગર્જ્યા મંત્રી,30 વર્ષ પહેલાં હતો એ જ પરષોત્તમ આજેય છું, ચિંતા ન કરતા, જે કામ કહીશ તે કરીને જ રહીશ
📅 Published: October 23, 2026 |
📂 Category: gujarati-news
