કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપ: ભારતીય પુરુષ અને મહિલા ટીમની શાનદાર જીત, મલેશિયા અને ઇંગ્લેન્ડને ચટાડી ધૂળ!

📅 Published: October 23, 2026 | 📂 Category: Ahmedabad

કોમનવેલ્થ કબડ્ડી ચેમ્પિયનશિપમાં ભારતીય ખેલાડીઓએ પોતાના શાનદાર પ્રદર્શનથી વૈશ્વિક સ્તરે દેશનું નામ રોશન કર્યું છે. ભારતીય પુરુષ અને મહિલા બંને ટીમોએ શરુઆતથી જ વિરોધી ટીમો પર આક્રમક રમત દાખવીને ટૂર્નામેન્ટમાં પોતાનો દબદબો સ્થાપિત કર્યો છે, અને એકતરફી વિજયો મેળવ્યા છે.

મહિલા ટીમે મલેશિયા સામે મેળવ્યો ઐતિહાસિક વિજય

ભારતીય મહિલા કબડ્ડી ટીમે મલેશિયા સામેની મેચમાં આક્રમક રમતનું પ્રદર્શન કરીને 73-13 ના વિશાળ સ્કોરથી વિજય મેળવ્યો હતો. મેચ દરમિયાન ભારતીય મહિલાઓએ શાનદાર રેઈડ અને ટેકલ કરીને મલેશિયાની ટીમને કુલ 6 વખત ઓલઆઉટ કરી હતી. વ્યક્તિગત પ્રદર્શનની વાત કરીએ તો, સાક્ષીએ 13 પોઈન્ટ, રેણુકાએ 9 પોઈન્ટ અને નિધિ શર્માએ 8 પોઈન્ટનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.

Commonwealth Kabaddi Championship: India Dominate Malaysia and England

પુરુષ ટીમે ઇંગ્લેન્ડને હરાવી નોંધાવી જીત

બીજી તરફ, ભારતીય પુરુષ કબડ્ડી ટીમે પણ શિસ્તબદ્ધ અને દમદાર રમત બતાવતા ઇંગ્લેન્ડની ટીમને 46-26 ના અંતરથી પરાજય આપ્યો હતો. પુરુષ ટીમ તરફથી રમતા સ્ટાર ખેલાડી નવીન કુમારે શાનદાર પ્રદર્શન કરીને 12 પોઈન્ટ મેળવ્યા હતા, જ્યારે નીરજ નરવાલે પણ 11 પોઈન્ટ મેળવીને ટીમના વિજયમાં મોટો ફાળો આપ્યો હતો.

Commonwealth Kabaddi Championship: India Dominate Malaysia and England

આગામી મુકાબલાઓ પર સૌની નજર

શાનદાર જીત બાદ હવે ભારતીય ટીમો આગામી મેચો માટે તૈયાર છે. શનિવારે રમાનારી આગામી મેચોમાં ભારતની મહિલા ટીમ સિંગાપોર સામે ટકરાશે, જ્યારે પુરુષ ટીમ યુગાન્ડા સામે મેદાનમાં ઉતરશે. ભારતીય ખેલાડીઓના વર્તમાન ફોર્મને જોતા આગામી મેચોમાં પણ વિજયી રથ જળવાઈ રહેવાની પૂરી સંભાવના છે.

આ પણ વાંચો: Ahmedabad News: શેઠ સીએન વિદ્યાલયમાં બાળક સાથે ક્રૂરતા! શિક્ષકે વિદ્યાર્થીને માર્યા 6 લાફા! Video


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *