લાલપુર આંબેડકર ભવનમાં બોર-મોટર સુવિધાનું ખાતમુહૂર્ત:સામાજિક ન્યાય સમિતિના ચેરમેન યોગેશભાઈની રજૂઆત બાદ કામ મંજૂર થયું

📅 Published: October 24, 2026 | 📂 Category: gujarati-news

લાલપુરના આંબેડકર ભવન ખાતે બોર અને મોટરની સુવિધા ઉપલબ્ધ કરાવવા માટેના કામનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ કામ લાલપુર ગ્રામ પંચાયતની સામાજિક ન્યાય સમિતિના ચેરમેન યોગેશભાઈ ચાવડાની રજૂઆત બાદ મંજૂર થયું હતું. આ કામ લાલપુર તાલુકા પંચાયતની ૧૫મા નાણાપંચની ગ્રાન્ટમાંથી મંજૂર કરાયું છે. ખાતમુહૂર્ત લાલપુર ગ્રામ પંચાયતના સરપંચ જયેશભાઈ તેરૈયા અને સામાજિક ન્યાય સમિતિના ચેરમેન યોગેશભાઈ ચાવડાના હસ્તે નાળિયેર વધેરીને કરાયું. આ પ્રસંગે જિલ્લા ભાજપ ઉપપ્રમુખ હીરજીભાઈ ચાવડા, જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિના ચેરમેનના પ્રતિનિધિ તુષારભાઈ માકડિયા, જિલ્લા ભાજપ ઉપપ્રમુખ અરશીભાઈ કરગિયા, ઉપસરપંચ મનોજભાઈ વાછાણી, મંગાભાઈ ગોહિલ અને ગોપાલભાઈ શ્રીમાળી સહિતના આગેવાનો હાજર રહ્યા હતા.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *