અમરેલી LCBએ ધારીમાં જાહેરમાં જુગાર રમતા 6 શખ્સોને પકડ્યા છે. પોલીસે તેમની પાસેથી 40,900 રૂપિયા રોકડા અને ગંજીપત્તાના 52 પાના સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આરોપીઓ ધારી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જીરા-મુંજીયાસર ગામ તરફ જતા રોડ પર આવેલા સીમ વિસ્તારમાં તીનપત્તીનો જુગાર રમી રહ્યા હતા. LCBની ટીમે બાતમીના આધારે દરોડો પાડી તેમને ઝડપી લીધા હતા. પકડાયેલા આરોપીઓમાં મંગળુભાઇ વાળા (માણાવાવ), જોરૂભાઇ વિકમા (સાવરકુંડલા), અશોકભાઇ વાળા (વિરપુર), રણજીતભાઇ જેબલીયા (જીરા), નિર્મળભાઇ વાળા (ગઢીયા) અને અનકભાઇ માંજરીયા (ગઢીયા)નો સમાવેશ થાય છે. પોલીસે તેમની સામે જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી માટે ધારી પોલીસ સ્ટેશનને સોંપ્યા છે.
ધારીમાં જાહેરમાં જુગાર રમતા 6 શખ્સો ઝડપાયા:અમરેલી LCBએ 40,900 રૂપિયા રોકડા અને ગંજીપત્તા સાથે પકડ્યા
📅 Published: October 24, 2026 |
📂 Category: gujarati-news
