40.3 ડિગ્રી મહત્તમ તાપમાન સાથે રાજકોટ સૌથી ગરમ:આગામી 4થી 5 દિવસ તાપમાનમાં કોઈ ફેરફાર નહીં થાય, ઉત્તર-પશ્ચિમથી આવતા શુષ્ક પવનોના કારણે ગરમીનું પ્રમાણ યથાવત

📅 Published: October 24, 2026 | 📂 Category: gujarati-news

આગામી સાત દિવસ સુધી રાજ્યમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવના હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હવામાન વિભાગના વૈજ્ઞાનિક પ્રદીપ શર્માના જણાવ્યા અનુસાર, હાલમાં ઉત્તર પાકિસ્તાન અને આસપાસના વિસ્તારમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ તથા સાયક્લોનિક સરક્યુલેશન સક્રિય છે. આ ઉપરાંત બંગાળની ખાડીમાં સર્જાયેલું લો પ્રેશર સિસ્ટમ ડીપ્રેશનમાં પરિવર્તિત થઈને આગળ વધી રહી છે. જોકે, આ સિસ્ટમની ગુજરાત રાજ્ય પર હાલ કોઈ સીધી અસર જોવા મળી રહી નથી. રાજકોટમાં સૌથી વધુ મહત્તમ તાપમાન 40.3 ડિગ્રી
રાજ્યમાં તાપમાનની સ્થિતિ જોઈએ તો, મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 2 થી 4 ડિગ્રી ઉપર ચાલી રહ્યું છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રમાં વધુ અસર છે. બાકીના વિસ્તારોમાં તાપમાન સામાન્યથી 1 થી 2 ડિગ્રી ઉપર છે. 23 ઓક્ટોબર રાજકોટમાં સૌથી વધુ 40.3 ડિગ્રી સેલ્સિયસ મહત્તમ તાપમાન અને અમરેલીમાં 18.2 ડિગ્રી સેલ્સિયસ ન્યૂનતમ તાપમાન નોંધાયું હતું. આગામી 4 થી 5 દિવસ સુધી તાપમાનમાં કોઈ વિશેષ ફેરફાર નહીં થાય, પરંતુ ત્યારબાદ મહત્તમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થવાની સંભાવના છે. ઉત્તર-પશ્ચિમના શુષ્ક પવનથી ગરમીનું પ્રમાણ
અમદાવાદ શહેરની વાત કરીએ તો, અહીં આજે મહત્તમ તાપમાન 38 ડિગ્રી સેલ્સિયસ અને સવારનું ન્યૂનતમ તાપમાન 21 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેવાની શક્યતા છે. અમદાવાદમાં વાતાવરણ શુષ્ક રહેશે. આ ઉપરાંત દરિયાકાંઠાના વિસ્તારોમાં 15 થી 20 નોટ્સની ઝડપે પવનો ફૂંકાઈ રહ્યા છે. હાલમાં અનુભવાઈ રહેલી ‘ડબલ સીઝન’ અંગે હવામાન વિભાગે જણાવ્યું કે, ઓક્ટોબર મહિનો ચોમાસાથી પોસ્ટ-મોન્સૂન તરફનો ટ્રાન્ઝિશન પિરિયડ હોય છે. ચોમાસાની એક્ટિવિટી પૂરી થયા બાદ ઉત્તર-પશ્ચિમથી આવતા શુષ્ક અને ગરમ પવનોને કારણે હાલમાં દિવસ દરમિયાન ગરમીનું પ્રમાણ વધુ અનુભવાઈ રહ્યું છે.


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *