વાયુસેનાના બે ટ્રેઇની પ્લેન વચ્ચે ભયંકર ટક્કર:ફિલિપાઈન્સમાં મોટી દુર્ઘટના, 4 પાઇલટનાં મોત; એરબેઝ ઉપર જ બંને ક્રેશ થયા; આ વર્ષે હવામાં અથડાવાની પાંચમી દુર્ઘટના

📅 Published: October 24, 2026 | 📂 Category: International

ફિલિપાઈન્સમાં શુક્રવારે ટ્રેનિંગ દરમિયાન વાયુસેનાના બે વિમાનો અથડાઈ ગયા. અકસ્માતમાં બંને વિમાનોના ચાર પાઇલટનાં મોત થયા. બંને વિમાનો બપોરે 3:51 વાગ્યે મનીલાના દક્ષિણમાં આવેલા લીપા શહેરના ફર્નાન્ડો એર બેઝમાં તૂટી પડ્યાં. અકસ્માત બાદ ફિલિપાઈન વાયુસેનાએ SF-260 વિમાનોની ઉડાન પર પ્રતિબંધ મૂકી દીધો છે. તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી આ પ્રતિબંધ ચાલુ રહેશે. આ વર્ષે હવામાં વિમાનો અથડાવાની દુનિયાની આ પાંચમી મોટી દુર્ઘટના છે. વિમાનના ટુકડા સૈનિકોના બેરક પાસે પડ્યા એસોસિએટેડ પ્રેસ અનુસાર, બંને SF-260 વિમાન ઓછી ઊંચાઈએ ઉડી રહ્યાં હતાં. આ દરમિયાન તેઓ એકબીજા સાથે અથડાઈ ગયાં. એક વિમાનના ટુકડા સૈન્યકર્મીઓની બેરેક પાસે જઈને પડ્યા. SF-260 વિમાનો ઇટાલી પાસેથી ખરીદવામાં આવ્યાં હતાં. ફિલિપાઇન્સની સેના લાંબા સમયથી નાણાંની અછતને કારણે પોતાના લડાકુ વિમાનો, નૌકાદળ અને ભૂમિસેનાને આધુનિક બનાવવામાં મુશ્કેલીઓનો સામનો કરી રહી છે. SF-260 વિમાનો સાથે જોડાયેલા અકસ્માતો મે મહિનામાં 2 પાઇલટનાં મોત: ઉત્તરી ફિલિપાઇન્સના પહાડી વિસ્તારમાં SF-260 ટ્રેનર વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. આ અકસ્માતમાં બે પાઇલટનાં મોત થયાં હતાં. 2023માં પણ વિમાન તૂટી પડ્યું: ટ્રેનિંગ ફ્લાઇટ દરમિયાન SF-260 વિમાન દુર્ઘટનાગ્રસ્ત થયું હતું. તેમાં પણ બે પાઇલટનાં મોત થયાં હતાં. ————————— આ સમાચાર પણ વાંચો… ટ્રમ્પ ફરી કહ્યું-250% ટેરિફની ધમકી આપીને ભારત-પાકિસ્તાનનું યુદ્ધ અટકાવ્યું:બંનેને કહ્યું હતું કે લડાઈ નહીં રોકો તો અમેરિકા સાથેનો વેપાર બંધ કરી દઈશ
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે શુક્રવારે દાવો કર્યો છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચેનું યુદ્ધ અટકાવવા માટે તેમણે બંને દેશોને 250% ટેરિફ લાદવાની ચેતવણી આપી હતી. સંપૂર્ણ સમાચાર વાંચો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *