Auto News: હવે ડ્રાઈવરની બેદરકારી કે નહીં બને જીવનું જોખમ; તમામ નવી કારો માટે ઓટોમેટિક બ્રેકિંગ સિસ્ટમ અનિવાર્ય!

📅 Published: October 24, 2026 | 📂 Category: Business

સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય દ્વારા દેશમાં વાહનોની સુરક્ષા વધારવા માટે એક મોટું પગલું ભરવામાં આવી રહ્યું છે. સરકાર આગામી સમયમાં કારોમાં ઓટોમેટિક બ્રેકિંગ સિસ્ટમ (AEBS) અને એડવાન્સ ડ્રાઈવર અસિસ્ટન્સ સિસ્ટમ (ADAS) જેવા ફીચર્સ ફરજિયાત કરવા માટે એક વ્યાપક યોજના તૈયાર કરી રહી છે. આ અંગે હાલમાં એક ડ્રાફ્ટ બહાર પાડવામાં આવ્યો છે, જેના પર લોકો પાસેથી 30 દિવસમાં સૂચનો મંગાવવામાં આવ્યા છે.

AEBS એટલે શું અને તે કેવી રીતે કામ કરશે?

AEBS (ઓટોમેટિક ઇમરજન્સી બ્રેકિંગ સિસ્ટમ) કારમાં લગાવવામાં આવેલી એક એવી આધુનિક તકનીક છે, જે સામે અચાનક કોઈ જોખમ કે ટક્કર થવાની સંભાવના દેખાય ત્યારે વાહનને જાતે જ બ્રેક લગાવી દે છે. જો ડ્રાઈવરનું ધ્યાન સમયસર ન પહોંચે, તો આ સિસ્ટમ આપમેળે સક્રિય થઈને અકસ્માત ટાળવામાં કે નુકસાન ઘટાડવામાં મદદ કરે છે. જોકે, આ સિસ્ટમ સંપૂર્ણ ગેરંટી નથી આપતી, તેથી ડ્રાઈવરે પણ હંમેશાં રસ્તા પર સાવચેત રહેવું અનિવાર્ય છે.

કારોમાં કયા વર્ષથી ફરજિયાત થશે આ નિયમ?

સરકાર આ સુરક્ષા નિયમોને તબક્કાવાર રીતે લાગુ કરવાનું આયોજન કરી રહી છે. 1 ઓક્ટોબર 2028થી જે M1 અને N1 કેટેગરીના વાહનોમાં AEBS પહેલેથી હશે તેમણે નિયમોનું પાલન કરવું પડશે. ત્યારબાદ 1 ઓક્ટોબર 2030થી તમામ નવા બનતા M1 કેટેગરીના કાર મૉડેલોમાં આ ફીચર ફરજિયાત કરવામાં આવશે અને 1 ઓક્ટોબર 2032 સુધીમાં અગાઉથી ઉત્પાદિત થતા તમામ કાર મૉડેલો માટે પણ આ નિયમ લાગુ થઈ જશે.

સ્ટીયરિંગ અને લેન કીપિંગ માટેના નવા માનકો

માત્ર બ્રેકિંગ સિસ્ટમ જ નહીં, પરંતુ સરકાર વાહનના સ્ટીયરિંગ અને લેન મેન્ટેનન્સ માટે પણ કડક નિયમો લાવવાની તૈયારી કરી રહી છે. 1 ઓક્ટોબર 2027થી સ્ટીયરિંગ પર લાગતા ભારણ અને નિયંત્રણ માટે નવા ધોરણો લાગુ થશે. આ ઉપરાંત, 1 ઓક્ટોબર 2029થી ટેક્સી જેવા પેસેન્જર વાહનોમાં ડ્રાઈવરને ઊંઘ આવે કે ધ્યાન ભટકે ત્યારે ચેતવણી આપતી સિસ્ટમ તેમજ લેન છોડવા સામે એલર્ટ આપતી પ્રણાલી પણ ફરજિયાત બની શકે છે.

ટ્રક અને બસો જેવા ભારે વાહનોની સુરક્ષામાં વધારો

સરકાર માત્ર કાર જ નહીં પરંતુ ટ્રક અને બસો જેવા મોટા વાહનોની સુરક્ષા સુધારવા પર પણ વિશેષ ભાર મૂકી રહી છે. જાન્યુઆરી 2027થી નવા ટ્રક અને બસ મૉડેલોમાં AEBS તેમજ ડ્રાઈવરના ‘બ્લાઇન્ડ સ્પૉટ’ (જે વિસ્તાર ડ્રાઈવરને દેખાતો નથી) ઓળખવાની સિસ્ટમ અનિવાર્ય થઈ શકે છે. સાથે જ, 1 ઓક્ટોબર 2027થી ટ્રકો માટે ઇલેક્ટ્રોનિક સ્ટેબિલિટી કંટ્રોલ (ESC) અને બ્રેકિંગના નવા નિયમો પણ અમલી બનશે.

V2V ટેક્નોલોજી દ્વારાસ વાહનો આપશેસ પરસ્પર માહિતી

રોડ અકસ્માતો ઘટાડવાની દિશામાં વધુ એક મોટું પગલું લેતા સરકાર 1 ઓક્ટોબર 2028થી નવી બનતી ગાડીઓમાં વ્હીકલ-ટુ-વ્હીકલ (V2V) ટેક્નોલોજી ફરજિયાત બનાવવાનું વિચારી રહી છે. આ અદભુત તકનીક દ્વારા ગાડીઓ એકબીજાને પોતાની સ્પીડ, લોકેશન અને દિશા વિશે સતત માહિતી મોકલતી રહેશે, જેથી આસપાસના વાહનો વિશે ડ્રાઈવરને સમયસર પૂરતી ચેતવણી મળી શકે.

ભવિષ્યની યોજના અને આગામી પગલાં

આ તમામ ફેરફારો પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય સડક અકસ્માતો અને તેમાં થતી જીવલેણ દુર્ઘટનાઓને ન્યૂનતમ કરવાનો છે. હાલમાં મંત્રાલય દ્વારા માત્ર નિયમોનો ડ્રાફ્ટ જ રજૂ કરાયો છે, જેના પર સામાન્ય જજ્ઞાશા અને નિષ્ણાતોના સૂચનો સ્વીકારાઈ રહ્યા છે. આ 30 દિવસની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ મળેલા સુઝાવોને ધ્યાનમાં રાખીને સરકાર આ નીતિઓને આખરી સ્વરૂપ આપશે.

વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


📱 Share on WhatsApp 🌐 View Original Article

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *